નેપિયરઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સિરીઝની પ્રથમ મેચમાં બુધવારે અજીબ ઘટના બની હતી અને મેચ સૂરજના તેજ પ્રકાશને કારણો રોકવી પડી હતી. ભારતની ઈનિંગની 10 ઓવર બાદ જ્યારે શિખર ધવન અને વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યાં હતા, ત્યારે અમ્પાયરોએ મેચ રોકવાનો નિર્ણય કર્યો હતો. લોકી ફર્ગ્યુસન બોલિંગ કરી રહ્યો હતો ત્યારે ધવને તેજ પ્રકાશને કારણે મુશ્કેલી થવાની વાત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારબાદ મેચ રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારતનો સ્કોર તે સમયે 10.1 ઓવરમાં 1 વિકેટે 44 રન હતો. ઓપનર ધવન 29 અને કોહલી બે રને બેટિંગ કરી રહ્યાં હતા. ભારતીય બોલરોએ આ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા કીવી ટીમને 157 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. 


તેજ પ્રતાશને કારણે આ મેદાન પર સુપર સ્મૈશના એક મેચને પણ રોકવામાં આવ્યો હતો. આ ઘટના તે માટે બની કારણ કે આ મેદાન પર પિચ પૂર્વથી પશ્ચિમમાં બનેલી છે જ્યારે વધારે પડતા મેદાન પર પિચ ઉત્તરથી દક્ષિણ તરફ બનેલી હોય છે. 


ન્યૂઝીલેન્ડના સ્ટાર બેટ્સમેન રોસ ટેલરે કહ્યું, અમે સિરીઝ પહેલા તેના પર વાત કરી હતી. આ કંઇક અલગ વસ્તુ છે. સામાન્ય રીતે આ પ્રકારની સ્થિતિથી બચવા માટે ક્રિકેટની પિચો ઉત્તર-દક્ષિણ દિશામાં બનાવવામાં આવે છે. પરંતુ મૈક્લીન પાર્કની પિચ પૂર્વ-પશ્ચિમ તરફ છે.