નવી દિલ્હીઃ ICC WTC 2021 Finals: ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ કોઈ ઇવેન્ટ આયોજીત કરાવવાનો નિર્ણય કર્યો છે, જેની ફાઇનલ મેચ આવતીકાલ એટલે કે 18 જૂનથી સાઉથમ્પ્ટનના એઝિસ બાઉલમાં રમાશે. ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં આમને-સામને છે. આ મેચમાં બન્ને ટીમો કઈ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરવા માંગે છે, તે વિશે જાણી લો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ટીમની વાત કરીએ તો રોહિત શર્મા અને શુભમન ગિલની ઓપનિંગ જોડી મેદાન પર હશે. તો ત્રીજા નંબર પર ચેતેશ્વર પુજારા, ચાર નંબર પર કેપ્ટન કોહલી અને ત્યારબાદ અજિંક્ય રહાણે હશે. વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત છઠ્ઠા નંબરે ટીમની જવાબદારી સંભાળશે. ભારતીય ટીમ રવિન્દ્ર જાડેજા અને અશ્વિનના રૂપમાં બે સ્પિનરો સાથે મેદાન પર ઉતરી શકે છે. તો ફાસ્ટ બોલિંગની જવાબદારી ઈશાંત શર્મા, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ પર હશે. કેપ્ટન કોહલી અને ટીમ મેનેજમેન્ટ મોહમ્મદ સિરાજને પણ પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવા ઈચ્છે છે પરંતુ તે સંભવ લાગી રહ્યું નથી. 


ન્યૂઝીલેન્ડ ટીમની વાત કરે તો ટોમ લાથમ અને ડેવોન કોનવે ઈનિંગની શરૂઆત  કરશે. ત્યારબાદ કેપ્ટન કેન વિલિયમસન, અનુભવી બેટ્સમેન રોસ ટેલર અને હેનરી નિકોલસ જોવા મળશે. વિકેટકીપરની જવાબદારી બીજે વોલ્ટિંગ પર હશે. ત્યારબાદ ટીમમાં એઝાજ પટેલના રૂપમાં એક સ્પિનર સામેલ થઈ શકે છે. તો ન્યૂઝીલેન્ડ પોતાના ચાર ફાસ્ટ બોલર સાથે મેદાનમાં ઉતરી શકે છે. જેમાં કાઇલ જેમિન્સન, ટ્રેન્ટ બોલ્ટ, ટિમ સાઉદી અને નીલ વેગનર સામેલ છે. 


ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા અને જસપ્રીત બુમરાહ. 


ન્યૂઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ટોમ લાથમ, ડેવોન કોનવે, કેન વિલિયમસન, રોસ ટેલર, હેનરી નિકોલસ, બીજે વોલ્ટિંગ, એઝાજ પટેલ, કાઇલ જેમિન્સન, ટ્રેન્ટ બોલ્ટ, ટિમ સાઉદી અને નીલ વેગનર.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube