મુંબઈઃ Ind vs Nz: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ખરાબ પિચ અને આઉટ ફીલ્ડને કારણે મેચ બે કલાક વિલંબથી શરૂ થઈ હતી. જેમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ દિવસના અંતે ટીમ ઈન્ડિયાએ 4 વિકેટે 221 રન બનાવી લીધા છે. મયંક અગ્રવાલ 120 અને રિદ્ધિમાન સાહા 25 રન બનાવી અણનમ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતની પ્રથમ ઈનિંગ, મયંક અગ્રવાલની સદી
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમને મયંક અગ્રવાલ અને શુભમન ગિલે સારી શરૂઆત અપાવી હતી. બંનેએ 19મી ઓવરમાં 50 રનનો આંકડો પાર કર્યો. ટીમને પ્રથમ ઝટકો 80 રનના સ્કોર પર લાગ્યો હતો. શુભમન ગિલ 44 રન બનાવી એજાઝ પટેલની ઓવરમાં આઉટ થયો હતો. 2010 બાદ પ્રથમવાર એવું બન્યું કે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારતીય ઓપનરોએ 25 ઓવરથી વધુ બેટિંગ કરી છે. 


આ પણ વાંચોઃ IND vs NZ: વિવાદિત રીતે શૂન્ય પર આઉટ થયો વિરાટ કોહલી, નામ સાથે જોડાયો શરમજનક રેકોર્ડ


કોહલી પૂજારા શૂન્ય પર આઉટ
ભારતીય ટીમને 80 રનના સ્કોર પર સતત ત્રણ ઝટકા લાગ્યા હતા. ન્યૂઝીલેન્ડના સ્પિનર એજાઝ પટેલે એક ઓવરમાં પુજારા અને કોહલીને પેવેલિયન પરત મોકલી આપ્યા હતા. પુજારા શૂન્ય રન બનાવી બોલ્ડ થયો હતો. તો કોહલી પણ શૂન્ય રને LBW આઉટ થયો હતો. કોહલીની વિકેટ બાદ ફરી સોશિયલ મીડિયા પર ખરાબ અમ્પાયરિંગ પર સવાલ ઉઠી રહ્યા છે. કોહલીને વિવાદિત રીતે આઉટ અપાયો હતો. શ્રેયસ અય્યર ટીમનો સ્કોર 160 રન હતો ત્યારે 18 રન બનાવી આઉટ થયો હતો. 


મયંકે ભારતની ઈનિંગ સંભાળી
ભારતના ઓપનર મયંક અગ્રવાલે શાનદાર પ્રદર્શન કરી પોતાના આલોચકોને વળતો જવાબ આપ્યો હતો. અગ્રવાલે 119 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે પહેલા અય્યર અને પછી સાહા સાથે ભાગીદારી કરી ભારતનો સ્કોર 200ને પાર પહોંચાડ્યો હતો. મયંક અગ્રવાલે વાનખેડેના મેદાન પર પોતાના ટેસ્ટ કરિયરની ચોથી સદી ફટકારી છે. દિવસના અંતે મયંક અગ્રવાલ 120 રન બનાવી અણનમ રહ્યો હતો. તેણે પોતાની ઈનિંગમાં 14 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube