IND vs NZ: વિવાદિત રીતે શૂન્ય પર આઉટ થયો વિરાટ કોહલી, નામ સાથે જોડાયો શરમજનક રેકોર્ડ
મુંબઈ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં શૂન્ય પર આઉટ થયા બાદ વિરાટ કોહલીના નામે એક ખરાબ રેકોર્ડ નોંધાયો છે.
Trending Photos
મુંબઈઃ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી જે રીતે મુંબઈ ટેસ્ટમાં એજાઝ પટેલના બોલ પર LBW આઉટ થયો, તેના પર વિવાદ શરૂ થઈ ગયો છે. શૂન્ય રને આઉટ થનાર વિરાટના નામે આ સાથે એક શરમજનક રેકોર્ડ પણ જોડાય ગયો છે. ટેસ્ટ કેપ્ટન તરીકે 10મી વખત ખાતું ખોલાવ્યા વગર આઉટ થનાર વિરાટ કોહલી પ્રથમ ભારતીય બની ગયો છે. આ સિવાય એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ ડક પર આઉટ થનાર ભારતીય ટેસ્ટ કેપ્ટનોના લિસ્ટમાં પણ વિરાટ કોહલીએ બિશન સિંહ બેદી, કપિલ દેવ, મહેન્દ્ર સિંહ ધોનીની સાથે ટોપ પર પોતાનું સ્થાન બનાવ્યું છે.
ઓવરઓલ જો વાત કરીએ તો ટેસ્ટ કેપ્ટન તરીકે સૌથી વધુ વાર ડક પર આઉટ થવાન વર્લ્ડ રેકોર્ડ સ્ટીફન ફ્લેમિંગના નામે નોંધાયેલો છે. ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન ફ્લેમિંગ ખાતુ ખોલાવ્યા વગર 12 વખત આઉટ થયા છે. બીજા સ્થાને દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથ અને વિરાટ સાથે છે. બંને 10-10 વખત શૂન્ય પર આઉટ થયા છે. જો ભારતીય ટેસ્ટ કેપ્ટનોની વાત કરીએ તો વિરાટ બાદ બીજા નંબરે ધોની છે, જે આઠ વખત આમ કરી ચુક્યો છે. ધોની સિવાય ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇક આર્થટન અને આફ્રિકાના પૂર્વ કેપ્ટન હૈસી ક્રોનિએ પણ આઠ-આઠ વખત આઉટ થયા છે.
આ પણ વાંચો- રિટેન નહીં થવાથી દુ:ખી છે હાર્દિક પંડ્યા, એવો ભાવુક Video શેર કર્યો કે જોઈને ફેન્સની આંખો ભીંજાઈ જશે
એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ ડક પર આઉટ થનાર ભારતીય કેપ્ટનોમાં બિશન સિંહ બેદી, કપિલ દેવ, એમએસ ધોની અને વિરાટ છે. બિશન સિંહ 1976માં, કપિલ દેવ 198માં, ધોની 2011માં અને વિરાટ 2021માં ચાર-ચાર વખત ટેસ્ટમાં શૂન્ય પર આઉટ થયા છે. વિરાટ કોહલી જે બોલ પર આઉટ થયો તેમાં લાગ્યું કે બોલ બેટ પર પહેલા લાગ્યો છે, પરંતુ થર્ડ અમ્પાયરે રિપ્લે જોયા બાદ ફીલ્ડ અમ્પાયરના નિર્ણયની સાથે જવાનો નિર્ણય લીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે