આ મેચથી શરૂ થઈ હતી ભારતના સ્ટાર બેટ્સમેન અને પાકિસ્તાનના ખતરનાક બોલર વચ્ચે દુશ્મની, આ ખેલાડીએ મારી બાજી
India vs Pakistan: `રાવલપિંડી એક્સપ્રેસ` તરીકે જાણીતો પાકિસ્તાનનો ફાસ્ટ બોલર શોએબ અખ્તર વિરોધી બેટ્સમેનો માટે દુઃસ્વપ્ન સાબિત થતો હતો. શોએબ અખ્તર અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર વચ્ચે ક્રિકેટના મેદાન પર ઘણી વખત જોરદાર ટક્કર જોવા મળતી હતી.
India vs Pakistan: 'રાવલપિંડી એક્સપ્રેસ' તરીકે જાણીતો પાકિસ્તાનનો ફાસ્ટ બોલર શોએબ અખ્તર વિરોધી બેટ્સમેનો માટે દુઃસ્વપ્ન સાબિત થતો હતો. શોએબ અખ્તર અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર વચ્ચે ક્રિકેટના મેદાન પર ઘણી વખત જોરદાર ટક્કર જોવા મળતી હતી. વર્ષ 1999માં ભારત અને પાકિસ્તાન વચ્ચે કોલકાતા ટેસ્ટમાં શોએબ અખ્તર અને સચિન તેંડુલકર પ્રથમ વખત સામનો થયો હતો.
સચિન-અખ્તરની પ્રથમ ટક્કર હતી ભયંકર
શોએબ અખ્તરે ત્યારે સચિન તેંડુલકરને પહેલા જ બોલ પર શૂન્યના સ્કોર પર ક્લીન બોલ્ડ કર્યો હતો. આ મેચમાં શોએબ અખ્તરે કુલ 8 વિકેટ ઝડપી હતી અને પાકિસ્તાને 46 રનથી મેચ જીતી લીધી હતી. 1999માં કોલકાતામાં રમાયેલી આ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં ભારતીય બોલરોએ પાકિસ્તાનને 185 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ભારત તરફથી પ્રથમ ઈનિંગમાં જવાગલ શ્રીનાથે સૌથી વધુ 5 વિકેટ ઝડપી હતી. આ પછી ભારતીય ટીમ જ્યારે પ્રથમ ઈનિંગમાં બેટિંગ કરવા ઉતરી ત્યારે શોએબ અખ્તરે તબાહી મચાવી હતી.
આ હસીનાએ લગ્ન પહેલા કરી છે વન નાઈટ સ્ટેન્ડ, 17 વર્ષ મોટા ફ્લોપ એક્ટર સાથે લગ્ન કર્યા બાદ મળ્યો દગો
શોએબ અખ્તર ભારતીય બેટ્સમેનો માટે બન્યો કાળ
શોએબ અખ્તરે સચિન તેંડુલકર (0), વીવીએસ લક્ષ્મણ (5), રાહુલ દ્રવિડ (24), વેંકટેશ પ્રસાદ (0)ને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ખાસ વાત એ હતી કે આ તમામ વિકેટ શોએબ અખ્તરે ક્લીન બોલિંગ દ્વારા લીધી હતી. ભારતની પ્રથમ ઈનિંગ 223 રનમાં સમેટાઈ ગઈ હતી. બીજી ઈનિંગમાં પાકિસ્તાને વધુ સારી બેટિંગ કરી અને 316 રન બનાવ્યા. કોલકાતા ટેસ્ટ જીતવા માટે પાકિસ્તાને ભારતને 279 રનનો ટાર્ગેટ હતો, પરંતુ શોએબ અખ્તર ફરી એકવાર ભારતીય બેટ્સમેનો માટે કાળ બન્યો હતો. શોએબ અખ્તરે બીજી ઈનિંગમાં પણ 4 વિકેટ લીધી હતી.
ભારતીય ફેન્સનું તૂટી ગયું હતું દિલ
શોએબ અખ્તરની ખતરનાક બોલિંગ સામે ભારતીય ટીમ તેની બીજી ઈનિંગમાં 232 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં શોએબ અખ્તરે કુલ 8 વિકેટ લીધી હતી. ભારત આ મેચ 46 રને હારી ગયું હતું. શોએબ અખ્તર 100 માઈલ પ્રતિ કલાકની સ્પીડે બોલિંગ કરનાર વિશ્વનો પ્રથમ ફાસ્ટ બોલર બની ગયો હતો. આ ફાસ્ટ બોલરે 27 એપ્રિલ 2002ના રોજ લાહોરમાં ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ODI દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી. ત્યારબાદ 26 વર્ષીય શોએબ અખ્તરે ગદ્દાફી સ્ટેડિયમમાં ત્રીજા નંબરે આવેલા ક્રેગ મેકમિલનને 100.04 mph (161 કિમી પ્રતિ કલાક)ની સ્પીડે બોલિંગ કરીને ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જેફ થોમસનનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો.
અનિલ અંબાણીની કિસ્મત બદલાઈ, રિલાયન્સ પાવર બાદ આ કંપનીના રોકાણકારો માટે ખુશખબર
સચિન તેંડુલકરે શોએબ અખ્તરી કરી ધોલાઈ
નોંધનીય છે કે, વર્લ્ડ કપ-2003 દરમિયાન શોએબ અખ્તર પોતાના કરિયરના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં હતો. સચિન તેંડુલકરે 2003માં સેન્ચુરિયનમાં ભારત સામે રમાયેલી વર્લ્ડ કપ મેચમાં શોએબ અખ્તરની વગર પાણીએ ધોલાઈ કરી હતી. આ મેચમાં સચિન તેંડુલકરે 98 રનની ઈનિંગ રમી હતી, પરંતુ તે પોતાની સદીથી 2 રન દૂર રહ્યો હતો. મહત્ત્વની વાત એ છે કે, સચિને આટલી ધોલાઈ કર્યા બાદ પણ પોતાની વિકેટ શોએબ અખ્તરને જ આપી હતી.
સચિન સામે શોએબ અખ્તરનો રેકોર્ડ
શોએબ અખ્તરે સચિન તેંડુલકરને ODIમાં 5 વખત અને ટેસ્ટ ક્રિકેટમાં ત્રણ વખત આઉટ કર્યો છે. નોંધનીય છે કે, 2003ના વર્લ્ડ કપ મેચમાં પાકિસ્તાને ભારતને 50 ઓવરમાં 274 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ મેચમાં પાકિસ્તાન તરફથી સઈદ અનવરે 101 રનની ઈનિંગ રમી હતી. જવાબમાં ભારતે 45.4 ઓવરમાં ચાર વિકેટે 276 રન બનાવીને મેચ જીતી લીધી હતી. સચિન તેંડુલકરે પાકિસ્તાની બોલિંગની સામે ખતરનાક 98 રનની ઈનિંગ રમી હતી.