સેન્ચુરિયનઃ India vs South Africa 1st Test: સેન્ચુરિયનના સુપર સ્પોર્ટ પાર્કમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા જીતથી માત્ર છ વિકેટ દૂર છે. ભારતે આપેલા 305 રનના લક્ષ્યના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ ચોથા દિવસની રમત પૂરી થઈ ત્યારે 4 વિકેટે 94 રન બનાવી લીધા છે. યજમાન ટીમ જીતથી 211 રન દૂર છે. દિવસની રમત પૂરી થઈ ત્યારે કેપ્ટન ડેન એલ્ગર 52 રન બનાવી ક્રીઝ પર હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેપ્ટન ડીન એલ્ગરના સંઘર્ષ છતાં જસપ્રીત બુમરાહને અંતિમ ક્ષણોમાં ઝડપેલી બે વિકેટની મદદથી ભારતે આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે પોતાની જીતની સંભાવનાઓ મજબૂત કરી છે. 


સેન્ચુરિયનમાં સૌથી મોટો લક્ષ્ય હાસિલ કરવાનો રેકોર્ડ ઈંગ્લેન્ડના નામે છે, જેણે 2000-01માં ચોથી ઈનિંગમાં 251 રન બનાવી જીત મેળવી હતી. પરંતુ હવામાન વિભાગે ગુરૂવારે મેચના અંતિમ દિવસે વરસાદની ભવિષ્ય વાણી કરી છે. ભારતે પ્રથમ ઈનિંગમાં 327 રન બનાવ્યા હતા તો આફ્રિકા 197 રન બનાવી ઓલઆઉટ થઈ ગયું હતું. આમ ભારતને પ્રથમ દાવના આધારે 130 રનની લીડ મેળવી હતી. 


આ પણ વાંચોઃ હરભજન સિંહની પીટાઈ કરવા માટે આ ખેલાડી હોટલના રૂમ સુધી પહોંચી ગયો હતો, જાણો શું હતો મામલો


સુપરસ્પોર્ટ પાર્કમાં ચોથા દિવસે પણ બોલરોનો દબદબો જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન 13 વિકેટ પડી હતી. ડેન એલ્ગરે પોતાની એકાગ્રતા સાથે બેટિંગ કરતા યજમાન ટીમનો એક છેડો સાચવી રાખ્યો હતો. તે 52 રન બનાવી રમી રહ્યો છે. 


બુમરાહ (22 રન આપી બે વિકેટ) એ તેની મુશ્કેલી વધારી દીધી છે. મોહમ્મદ શમી (29 રન આપી એક વિકેટ) ની સાથે નવો બોલ સંભાળ્યો અને પોતાના ત્રીજા બોલ પર એડન માર્કમર (0) ને બોલ્ડ કરી દીધો હતો. કીગન પીટરસન (17) આઉટ થનાર બીજો બેટર હતો. પીટરસને એલ્ગરની સાથે 12 ઓવર સુધી ઈનિંગ સંભાળી, પરંતુ સિરાજે તેની ઈનિંગનો અંત કર્યો હતો. 


એલ્ગરની સાથે રાસી વાન ડેર ડુસેને આગામી 23 ઓવર સુધી દ્રઢતા સાથે બેટિંગ કરી હતી. આ વચ્ચે બુમરાતે તેને બોલ્ડ કરી ભારતને ત્રીજી સફળતા અપાવી હતી. ત્યારબાદ બુમરાહે નાઇટ વોચમેન કેશવ મહારાજને આઉટ કર્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube