હરભજન સિંહની પીટાઈ કરવા માટે આ ખેલાડી હોટલના રૂમ સુધી પહોંચી ગયો હતો, જાણો શું હતો મામલો

ભારતીય ઓફ સ્પીનર હરભજન સિંહની પીટાઈ કરવા માટે આ દિગ્ગજ ખેલાડી તેના હોટલ રૂમ સુધી પહોંચી ગયો હતો. 

હરભજન સિંહની પીટાઈ કરવા માટે આ ખેલાડી હોટલના રૂમ સુધી પહોંચી ગયો હતો, જાણો શું હતો મામલો

નવી દિલ્હી: ભારતીય ઓફ સ્પીનર હરભજન સિંહ અને પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર વચ્ચે ક્રિકેટના મેદાન પર અનેકવાર ભીડંત જોવા મળી હતી પરંતુ એક વિવાદ એવો થયો હતો કે જેના કારણે શોએબ અખ્તર ભજ્જી સાથે લડવા માટે તેની હોટલના રૂમ સુધી પહોંચી ગયો હતો. શોએબ અખ્તરે 'હેલો એપ' સાથે વાતચીતમાં આ ખુલાસો કર્યો હતો. 

હરભજન સાથે લડવા માટે હોટલના રૂમ સુધી પહોંચી ગયો હતો અખ્તર
શોએબ અખ્તરે કહ્યું હતું કે 'હું હરભજન સિંહ સાથે લડવા માટે તેના રૂમ સુધી પહોંચી ગયો હતો. તે અમારી સાથે ખાય છે, લાહોરમાં અમારી સાથે ઘૂમે છે, તે એક પંજાબી ભાઈ છે અને આમ છતાં તે અમારી સાથે દુર્વ્યવહાર કરે? મને લાગ્યું કે હું જઈશ અને તેની સાથે હોટલના રૂમમાં લડીશ'. શોએબ અખ્તરે કહ્યું કે 'હરભજન સિંહ જાણતો હતો કે શોએબ આવી રહ્યો છે, પરંતુ હું તેને શોધી શક્યો નહી. હું બીજા દિવસે શાંત થઈ ગયો અને તેણે માફી પણ માંગી લીધી.' આ મામલો એશિયા કપ 2010માં ભારત-પાકિસ્તાન મેચ સમયનો હતો. જ્યારે હરભજન સિંહ અને શોએબ અખ્તર એકબીજા સાથે ઝઘડી પડ્યા હતા. 

हरभजन को पीटने होटल रूम तक पहुंच गए थे शोएब अख्तर, इस बात की वजह से मचा बवाल

મેદાનનો ઝઘડો હોટલના રૂમ સુધી પહોંચ્યો
શોએબ અખ્તર ત્યારબાદ ભજ્જી સાથે લડવા માટે તેના રૂમ સુધી પહોંચી ગયો હતો. પરંતુ રૂમમાં તે મળ્યો નહીં. હવે મામલો કઈક એવો હતો કે 2010 એશિયા કપમાં ભારતે પાકિસ્તાન સામેની મેચમાં છેલ્લા 7 બોલમાં જીતવા માટે 7 રન કરવાના હતા. આવામાં શોએબ અખ્તરે હરભજન સિંહને પરેશાન કરનારો બોલ નાખ્યો અને જેવો તેને ઉક્સાવ્યો કે આ બંને વચ્ચે મેદાન પર જ શાબ્દિક ટપાટપી ચાલુ થઈ ગઈ. હરભઝન સિંહે ત્યારબાદ મોહમ્મદ આમિરના બોલ પર છગ્ગો મારીને ભારતને જીત અપાવી હતી. જીત અપાવ્યા બાદ હરભજન સિંહે શોએબ અખ્તરને પણ પોતાનું આક્રમક રૂપ  દેખાડ્યું હતું. શોએબ અખ્તરે કહ્યું કે તે હરભજનથી નારાજ હતો અને તેની સાથે ઝઘડો કરવા માટે હોટલના રૂમ સુધી ગયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news