નવી દિલ્હી: ભારતીય ટીમ સાઉથ આફ્રિકા વિરુદ્ધ ત્રણ ટેસ્ટ મેચોની સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચ કેપટાઉનમાં રમશે. બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાને 7 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, જેમાં સીરિઝ 1-1થી બરાબરી થઈ હતી. ત્રીજી ટેસ્ટ મેચ પહેલા કેપ્ટન ડીન એલ્ગરે એક મોટો ખુલાસો કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે ભારતીય ટીમ વિરુદ્ધ આફ્રિકી ટીમનો ગેમ પ્લાન શું હશે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આફ્રિકી કેપ્ટનને કર્યો ખુલાસો
દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગરના મતે ભારત સામે વાન્ડરર્સની જીત એ દક્ષિણ આફ્રિકાની ટીમ માટે યોગ્ય દિશામાં એક પગલું છે અને સુધારાની તક હોવા છતાં યજમાન ટીમ અંતિમ ટેસ્ટ પહેલા પોતાની રણનીતિમાં બહુ ફેરફાર કરશે નહીં. પ્રથમ ટેસ્ટમાં 113 રનની હાર બાદ દક્ષિણ આફ્રિકાએ અહીં બીજી ટેસ્ટમાં સાત વિકેટથી જીત મેળવીને ત્રણ મેચની શ્રેણી 1-1થી બરાબર કરી લીધી.


પાકિસ્તાને આપી હતી આ મહાન ખેલાડીને 2 કરોડની લાંચ, 28 વર્ષ પછી સૌથી મોટો ખુલાસો


એલ્ગરે રમી હતી મેચ વિનિંગ ઇનિંગ્સ 
દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગરે બીજી ઇનિંગ્સમાં અણનમ 96 રન બનાવ્યા હતા, તેમજ રેસી વાન ડેર ડુસેન અને ટેમ્બા બાવુમા સાથે ભાગેદારી કરીને પોતાની ટીમને જીતવામાં મદદ કરી હતી. કેપ્ટનનું માનવું છે કે આ જીત સાથે તેની બિનઅનુભવી ટીમ અંતિમ ટેસ્ટમાં ઉત્સાહથી ભરેલી હશે. અલ્ગરે જણાવ્યું કે, 'આ એક સકારાત્મક પગલું છે, તેમાં કોઈ શંકા નથી અને યોગ્ય દિશામાં એક પગલું છે'


IND vs SA: ત્રીજી ટેસ્ટ પહેલા ભારતને મોટો ઝાટકો, વિરાટનો સૌથી ખતરનાક બોલર થશે બહાર!


ટફ રહેશે ત્રીજી મેચ
દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગરે જણાવ્યું હતું કે, 'અમારી હજુ પણ પડકારજનક મેચનો સામનો કરવાનો છે અને તેમાં મંગળવારથી શરૂ થનારી આગામી ટેસ્ટનો સમાવેશ થાય છે. અમારે અલગ-અલગ પડકારોનો સામનો કરવો પડશે અને ખેલાડીઓ કેવી પ્રતિક્રિયા આપે છે તે મહત્ત્વનું રહેશે. 'જો કે, અમે સાચી દિશામાં આગળ વધી રહ્યા છીએ અને આનાથી ટીમના ઘણા ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધશે.


કેપટાઉનમાં થશે સીરિઝનો આખરી નિર્ણય
ભારતને બીજી ટેસ્ટ મેચમાં 7 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્રણ મેચોની સીરિઝ હવે 1-1થી બરાબરી પર આવી ગઈ છે, કારણ કે ભારતે પહેલી ટેસ્ટ મેચ જીતી હતી. ત્રીજી ટેસ્ટ મેચ 11 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાશે, જ્યાં સીરિઝનો આખરી નિર્ણય થશે. ભારતીય ટીમની નજર મેચ જીતીને સીરિઝ જીતવા પર છે, જ્યારે દક્ષિણ આફ્રિકી કેપ્ટને જણાવ્યું હતું કે, અમારું ધ્યાન અમુક વિભાગો પર છે અને કેપટાઉન ટેસ્ટ પહેલા અમારે તેના પર વધુ ધ્યાન આપવું પડશે.


કોરોના બાયો બબલના ધજાગરા ઉડાવી સ્ટાર ખેલાડીએ મોડલને હોટલ બોલાવી, સેક્સ ચેટ થઈ લીક


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube