કોરોના બાયો બબલના ધજાગરા ઉડાવી સ્ટાર ખેલાડીએ મોડલને હોટલ બોલાવી, સેક્સ ચેટ થઈ લીક

એવા લુઈસે ડેઈલી મેલ સાથે વાતચીતમાં એન્ટોનિયો બ્રાઉનની ચેટ પણ જાહેર કરી દીધી. 

કોરોના બાયો બબલના ધજાગરા ઉડાવી સ્ટાર ખેલાડીએ મોડલને હોટલ બોલાવી, સેક્સ ચેટ થઈ લીક

નવી દિલ્હી: સ્ટાર ખેલાડી એન્ટોનિયો બ્રાઉન (Antonio Brown) એ મોડલ એવા લુઈસ (Ava Louise) ને મોડી રાતે સુરક્ષાને ચકમો આપી પોતાની હોટલમાં બોલાવી. આ દરમિયાન તેણે કોરોના બાયો બબલના ધજાગરા ઉડાવી દીધા. એન્ટોનિયોના આમંત્રણ પર મોડલ હોટલ જઈ ચડી. એન્ટોનિયો 'અમેરિકન ફૂટબોલ' નો સ્ટાર ખેલાડી છે. એવા લુઈસે ડેઈલી મેલ સાથે વાતચીતમાં એન્ટોનિયો બ્રાઉનની ચેટ પણ જાહેર કરી દીધી. 

સોશિયલ મીડિયા સ્ટાર એવા લુઈસે જણાવ્યું કે તે સૌથી પહેલા એન્ટોનિયો બ્રાઉનના સંપર્કમાં વર્ષ 2018માં આવી હતી. તેમનો વાતચીતનો દોર સૌથી પહેલા ઈન્સ્ટાગ્રામથી શરૂ થયો હતો. નવા વર્ષ પહેલા એન્ટોનિયોએ તેને હોટલમાં મળવા માટે બોલાવી હતી. પહેલા તો તેણે મળવાની ના પાડી દીધી. પરંતુ તે રાતે લગભગ 11 વાગે એવા લુઈસ હોટલ પહોંચી હતી. અત્રે જણાવવાનું કે નેશનલ ફૂટબોલ લી (NFL League) હોવાના કારણે ખેલાડીઓ માટે કોવિડ બાયો બબલ બનાવવામાં આવેલું છે. જેથી કરીને ખેલાડી કોઈ પણ બહારની વ્યક્તિના સંપર્કમાં ન આવે. આ નિયમ હેઠળ કોઈ પણ ખેલાડી ગમે તે પરિચિતને બોલાવી શકશે નહીં. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Antonio Brown (@ab)

પરંતુ આમ છતાં એવા લુઈસ હોટલ પહોંચી ગઈ. ઓન્લી ફેન્સ એડલ્ટ સાઈટની સ્ટાર ઈન્ફ્લ્યુઅન્સર એવા લુઈસે ડેઈલી મેઈલને જણાવ્યું કે આ દરમિયાન  બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયા હતા. એન્ટોનિયો બ્રાઉન ઇચ્છતો હતો કે આ પ્રાઈવેટ પળોને ફોનમાં રેકોર્ડ કરવામાં આવે. એન્ટોનિયો બ્રાઉનની ન્યૂ યરના બરાબર એક દિવસ પહેલાની ચેટ પણ સામે આવી છે. જેમાં તે એવાને બોલાવવાની વાત કરે છે. આ દરમિયાન બંને વચ્ચેના અંગત સંબંધોના ફોટા પણ ડેઈલી મેઈલના રિપોર્ટમાં સામે આવ્યા છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ava Louise (@avalouiise)

એવાએ ટોઈલેટ જીભથી કર્યું હતું સાફ
અત્રે જણાવવાનું કે એવા લુઈસ પહેલીવાર ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તેણે કોરોના વાયરસ ચેલેન્જ હેઠળ ટિકટોક વીડિયોમાં ટોઈલેટ સીટને પોતાની જીભથી સાફ કરી હતી. તેનો આ વીડિયો માર્ચ 2020માં સામે આવ્યો હતો. ત્યારે તે ખુબ જ વાયરલ થયો હતો. તેના ઈન્સ્ટાગ્રામ પર 3 લાખથી વધુ ફોલોઅર્સ છે. 

Licking a toilet seat? Tik Tok star gets slammed after video goes viral |  viral News | Zee News

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news