વિશાખાપટ્ટનમઃ India vs South Africa: ટીમ ઈન્ડિયા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમના વિકેટકીપર-બેટ્સમેન ક્વિન્ટન ડિ કોકે ખુબ મુશ્કેલ સમયમાં પોતાની ટીમ માટે શાનદાર ઈનિંગ રમી છે. તેણે ન માત્ર સદી ફટકારી પરંતુ ડીન એલ્ગરની સાથે મોટી ભાગીદારી કરીને સંકટમાં ફસાયેલી પોતાની ટીમને પણ બહાર કાઢી હતી. ડિ કોક માટે પણ આ સદી ખુબ મહત્વની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડિ કોકની ભારતમાં પ્રથમ ટેસ્ટ સદી
પ્રોટિયાઝના વિકેટકીપર ડિ કોકે ભારતની ધરતી પર પ્રથમવાર ટેસ્ટમાં સદી ફટકારી છે. તેણે 149 બોલમાં 15 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. ડિ કોકે ડીન એલ્ગરની સાથે મળીને છઠ્ઠી વિકેટ માટે 164 રનની ભાગીદારી કરીને ટીમને સંકટમાંથી બહાર કાઢી હતી. આ ડિ કોકના ટેસ્ટ કરિયરની પાંચમી સદી હતી જ્યારે ભારતની ધરતી પર તેની પ્રથમ સદી છે. તેણે 163 બોલમાં 111 રન બનાવ્યા હતા. 

હેપ્પી બર્થડે રિષભ પંતઃ ગુરૂદ્વારામાં રહ્યો, પિતાને ગુમાવ્યા પણ મેચ ન છોડી, આવી છે સંઘર્ષની કહાની 


ડિ કોક ટેસ્ટ ક્રિકેટમાં ભારતમાં સદી ફટકારનાર આફ્રિકાનો પ્રથમ વિકેટકીપર-બેટ્સમેન બની ગયો છે. તેની પહેલા આ કમાલ કોઈ કરી શક્યું નથી. તો ભારતમાં આ તેની ત્રીજી સદી (તમામ ફોર્મેટમાં) હતી. ભારતીય ધરતી પર વિદેશી વિકેટકીપર-બેટ્સમેન તરીકે ડિ કોક સિવાય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ત્રણ-ત્રણ સદી ફટકારનાર ખેલાડીઓમાં એડમ ગિલક્રિસ્ટ, એન્ડી ફ્લાવર અને કુમાર સાંગાકારા છે. 


વિકેટકીપર-બેટ્સમેનની ભારતમાં સદી (તમામ ફોર્મેટ)


- ડિ કોક - 3*


- એડમ ગિલક્રિસ્ટ - 3


- એન્ડી ફ્લાવર - 3


- સાંગાકારા - 3