હેપ્પી બર્થડે રિષભ પંતઃ ગુરૂદ્વારામાં રહ્યો, પિતાને ગુમાવ્યા પણ મેચ ન છોડી, આવી છે સંઘર્ષની કહાની
વર્ષ 2017મા આઈપીએલ દરમિયાન તેના પિતા રાજેન્દ્ર પંતનું નિધન થયું હતું. આ સમય દરેક પુત્ર કે પુત્રી માટે ખુબ મુશ્કેલ હોય છે પરંતુ પંતે ન માત્ર પોતાને સંભાળ્યો પરંતુ પરિવારને પણ આ સમયે હિંમત આપી હતી. તે પિતાના અંતિમ સંસ્કાર બાદ બે દિવસ બાદ ટીમ દિલ્હી ડેયરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ)મા પરત ફર્યો અને મેચ રમી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના યુવા વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત (4 ઓક્ટોબર) આજે પોતાનો 22મો જન્મદિવસ મનાવી રહ્યો છે. ઉત્તરાખંડમાં જન્મેલો પંત ભલે આફ્રિકા વિરુદ્ધ સિરીઝની પ્રથમ ટેસ્ટ ભલે ન રમી રહ્યો હોય પરંતુ તેની પ્રતિભાથી બધા વાકેફ છે. તેનો રમવાનો નિર્ભીક અંદાજ ઘણો અલગ જોવા મળે છે. દિલ્હી માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં રમનાર રિષભ પંતનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સુધી પહોંચવાની સફર રસપ્રદ અને સંઘર્ષથી ભરેલી રહી છે.
પિતાના નિધન છતાં રમ્યો હતો પંત
રિષભ પંત રમત પ્રત્યે કેટલો ગંભીર છે અને તે વાતનો અંદાજ લગાવી શકાય છે કે વર્ષ 2017મા આઈપીએલ દરમિયાન તેના પિતા રાજેન્દ્ર પંતનું નિધન થયું હતું. આ સમય દરેક પુત્ર કે પુત્રી માટે ખુબ મુશ્કેલ હોય છે પરંતુ પંતે ન માત્ર પોતાને સંભાળ્યો પરંતુ પરિવારને પણ આ સમયે હિંમત આપી હતી. તે પિતાના અંતિમ સંસ્કાર બાદ બે દિવસ બાદ ટીમ દિલ્હી ડેયરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ)મા પરત ફર્યો અને મેચ રમી હતી. એટલું જ નહીં, તેણે 33 બોલમાં અડધી સદી ફટકારી હતી.
સિક્સ ફટકારીને ખોલ્યું હતું ટેસ્ટ ખાતું
પાછલા વર્ષે ઈંગ્લેન્ડ વિરુદ્ધ નોટિંઘમમાં પોતાના ટેસ્ટ કરિયરનો પ્રારંભ કરનાર પંતે આ મેચમાં પોતાનું ખાતું સિક્સ ફટકારીને ખોલ્યું હતું. તેણે પર્દાપણમાં 25 રન (પ્રથમ ઈનિંગમાં 24 અને બીજી ઈનિંગમાં 1) બનાવ્યા હતા. તેના નામે આ ફોર્મેટમાં 2 સદી અને બે અડધી સદી છે. વનડે પર્દાપણ મેચમાં તેને બેટિંગ કરવાની તક ન મળી અને ટી20 આંતરરાષ્ટ્રીય પર્દાપણમાં તે 5 રન બનાવીને અણનમ રહ્યો હતો.
દિલ્હીમાં ગુરૂદ્વારામાં રહ્યો
પોતાની બેટિંગ સ્ટાઇલને કારણે પંત આજે યુવાઓ વચ્ચે ખુબ લોકપ્રિય છે. તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહોંચવાની સફર સરળ રહી નથી. રૂડકીનો આ છોકરો ક્યારેક દિલ્હીના એક ગુરૂદ્વારામાં રહેતો હતો. જ્યારે પંત પોતાના શરૂઆતી સમયમાં દિલ્હી આવ્યો તો તેણે પોતાના શરૂઆતી દિવસો ગુરૂદ્વારામાં રહીને પસાર કર્યાં હતા. અહીં રહીને તેણે ચોક્કસપણે મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર નિકળવાની કળા શીખી હતી.
ધોનીને છોડ્યો હતો પાછળ
યુવા ખેલાડી રિષભ પંતને ટીમ ઈન્ડિયામાં દિગ્ગજ એમએસ ધોનીનો ઉત્તરાધિકારી માનવામાં આવી રહ્યો છે પરંતુ હાલમાં વિશ્વ કપ વિજેતા કેપ્ટનના એક રેકોર્ડનો પાછળ છોડી દીધો હતો. પંત ટેસ્ટ ક્રિકેટમાં 50 બેટ્સમેનોનો સૌથી ઝડપી આઉટ કરનાર ભારતીય વિકેટકીપર બની ગયો છે. પોતાની આ સિદ્ધિની સાથે તેણે પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને પછાડી દીધો છે. પંતે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ મેચમાં પોતાની 11મી ટેસ્ટ ઈનિંગમાં કરિયરના 50 ટેસ્ટ શિકાર હાંસિલ કર્યાં હતા. ધોનીએ 15 ટેસ્ટમાં આ આંકડો પાર કર્યો હતો. પાછલા વર્ષે ડિસેમ્બરમાં તેણે એક ટેસ્ટમાં કોઈપણ વિકેટકીપર દ્વારા સર્વાધિક કેચ ઝડપવાનો વિશ્વ રેકોર્ડ પણ બનાવ્યો, જ્યારે એડિલેડમાં તેણે 11 ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોના કેચ ઝડપ્યા હતા.
આપી છે પંતનું કરિયર
રિષભ પંતે અત્યાર સુધી 11 ટેસ્ટ, 12 વનડે આંતરરાષ્ટ્રીય અને 20 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે ટેસ્ટમાં 754 રન, ટી20 આંતરરાષ્ટ્રીયમાં 325 રન અને વનડેમાં 229 રન બનાવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે