વિશાખાપટ્ટનમઃ ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં સંયુક્ત રુપથી સૌથી ઓછી મેચોમાં 350 વિકેટ પૂરી કરી લીધી છે. સાઉથ આફ્રિકા વિરુદ્ધ વિશાખાપટ્ટનમ ટેસ્ટ મેચના પાંચમાં દિવસે તેણે થેડુનિસ ડે બ્રૂયનને આઉટ કરીને આ મુકામ હાંસિલ કર્યો હતો. આ સાથે અશ્વિને સૌથી ઓછી મેચો (66 ટેસ્ટ)મા આ સિદ્ધિ હાસિલ કરવાના મુથૈયા મુરલીધરનના રેકોર્ડની બરોબરી કરી લીધી છે. શ્રીલંકાના આ દિગ્ગજ સ્પિનરે 66મી મેચમાં આ સિદ્ધિ હાસિલ કરી હતી. મુરલીએ કોલંબોમાં 6 સપ્ટેમ્બર 2001મા 350ના આંકડાને પાર કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અશ્વિને 8 વિકેટની હતી જરૂર
અશ્વિનને આ મેચ પહેલા 350 વિકેટ હાસિલ કરવા માટે 8 વિકેટની જરૂર હતી. મેચની પ્રથમ ઈનિંગમાં તેણે સાત વિકેટ ઝડપી હતી. મેચના 5મા અને અંતિમ દિવસે અશ્વિને ડે બ્રૂયનને બોલ્ડ કરીને આ વર્લ્ડ રેકોર્ડની બરોબરી કરી હતી. 


કુંબલેના નામે હતો ભારતીય રેકોર્ડ
ભારત તરફથી અનિલ કુંબલેએ સૌથી ઓછી ટેસ્ટ મેચોમાં 350 ટેસ્ટ વિકેટ હાંસિલ કરી હતી. કુંબલેએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 8 ઓક્ટોબર 2003મા પોતાના કરિયરની 77મી ટેસ્ટ (અમદાવાદ)મા 350 વિકેટ પૂરી કરી હતી. હરભજન સિંહે 83 અને કપિલ દેવે 100મી ટેસ્ટમાં 350 વિકેટ પૂરી કરી હતી. 

IND vs SA: શમી-જાડેજાની ઘાતક બોલિંગ સામે દ.આફ્રિકા ઘૂંટણિયે, ભારત 203 રને જીત્યું


ભારતનો ચોથો બોલર
ટેસ્ટ કરિયરમાં 350 વિકેટ ઝડપનાર અશ્વિન ચોથો ભારતીય બોલર છે. ભારત તરફથી સૌથી વધુ વિકેટ અનિલ કુંબલે (619)એ લીધી છે. ત્યારબાદ કપિલ દેવ (434) અને હરભજન સિંહ (417)નો નંબર આવે છે.