IND vs SA: શમી-જાડેજાની ઘાતક બોલિંગ સામે દ.આફ્રિકા ઘૂંટણિયે, ભારત 203 રને જીત્યું

ભારતમાં હાલ દુર્ગા પૂજા અને નવરાત્રિની ધૂમ છે. આ અવસરે ટીમ ઈન્ડિયાએ પણ દેશવાસીઓને મહાજીતની ભેટ આપી છે. વિશાખાપટ્ટનમ ખાતે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના પાંચમા દિવસે આજે વિરાટ બ્રિગેડે દક્ષિણ આફ્રિકાને 203 રનથી હરાવ્યું.

IND vs SA: શમી-જાડેજાની ઘાતક બોલિંગ સામે દ.આફ્રિકા ઘૂંટણિયે, ભારત 203 રને જીત્યું

વિશાખાપટ્ટનમ: ભારતમાં હાલ દુર્ગા પૂજા અને નવરાત્રિની ધૂમ છે. આ અવસરે ટીમ ઈન્ડિયાએ પણ દેશવાસીઓને મહાજીતની ભેટ આપી છે. વિશાખાપટ્ટનમ ખાતે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના પાંચમા દિવસે આજે વિરાટ બ્રિગેડે દક્ષિણ આફ્રિકાને 203 રનથી હરાવ્યું. 395 રનના વિશાળ સ્કોરનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ લંચ બાદ 191 રન પર સમેટાઈ જતા ભારત જીત્યું. આ જીત સાથે જ ભારતે ત્રણ મેચોની ટેસ્ટ સીરિઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. સિરીઝની બીજી મેચ હવે પુણે ખાતે 10મી ઓક્ટોબરે શરૂ થશે. આ મેચમાં જીત સાથે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડીને સતત 11 ઘરેલુ મેચ જીતી છે.

આ મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 7 વિકેટ પર 502 રન કર્યાં હતાં. ત્યારબાદ પોતાનો પહેલો દાવ ડિક્લેર કરી દીધો હતો. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ પહેલા દાવમાં 431 રન કરીને ઓલાઉટ થઈ ગઈ. પહેલી ઈનિંગમાં 71 રનની લીડ ભારતને મળી હતી. બીજી ઈનિંગમાં ભારતે 4 વિકેટ પર 323 રન બનાવીને દાવ ડિક્લેર કર્યો હતો. અને દક્ષિણ આફ્રિકા સામે 395નો વિશાળ સ્કોર ધર્યો. દક્ષિણ આફ્રિકા બીજા દાવમાં 191 રનમાં પેવેલિયન ભેગી થઈ અને ભારતને 203 રને જીત સાંપડી. બીજી ઈનિંગમાં મોહમ્મદ શમીએ સૌથી વધુ 5 વિકેટ લીધા. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ 4 અને રવિચંદ્રન અશ્વિને એક વિકેટ લીધી હતી. 

પહેલાના રેકોર્ડ ભારતની જીત મુશ્કેલ દર્શાવી રહ્યાં હતાં
દક્ષિણ આફ્રિકાના ટીમ માટે ડેન પીટ 107 બોલ પર નવ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી સૌથી વધુ 56 રન અને સેનુરન મુથુસામી 108 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 49 અણનમ રનની ઈનિંગ રમ્યાં. દક્ષિણ આફ્રિકાના ચાર બેટ્સમેન ખાતું ખોલાવ્યાં વગર જ આઉટ થઈ ગયાં હતાં. અગાઉના રેકોર્ડના કારણે ભારત માટે જીત મુશ્કેલ હતી. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને જ્યારે પહેલા બેટિંગ લીધા ત્યારે પહેલી ઈનિંગમાં 7 વિકેટે 502 રન કરીને દાવ ડિક્લેર કર્યો હતો. જેમાં મયંક અગ્રવાલે 200 અને રોહિતે 176 રનની રેકોર્ડ ઈનિંગ રમી. દ.આફ્રિકાએ તેના જવાબમાં ડીન એલ્ગર(160) અને ક્વિટન ડિ કોક (111)ની જબરદસ્ત ઈનિંગના દમ પર 432 રન કર્યા હતાં. આ રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના પક્ષમાં જઈ રહ્યો હતો. કારણ કે આ અગાઉ મહેમાન ટીમ ભારત વિરુદ્ધ પહેલા દાવમાં 400 પ્લસ રન બનાવીને ક્યારેય હારી નહતી.

જુઓ LIVE TV

રોહિત અને બોલરોએ આશ જગાડી
બીજા દાવમાં બે દિવસથી પણ ઓછો સમય બચ્યો હોવાના કારણે ટીમ ઈન્ડિયા પાસે દક્ષિણ આફ્રિકને મજબુત ટારગેટ આપવાનો પડકાર હતો. પરંતુ રોહિત શર્માએ ટીમ ઈન્ડિયા માટે શાનદાર  બેટિંગ કરી અને ફક્ત 149 બોલમાં 127 રન ઠોકીને ટીમ ઈન્ડિયાને મજબુત બનાવી દીધી. જેનાથી ભારતનો સ્કોર ફક્ત 67 ઓવરમાં ચાર વિકેટ પર 323 રન થઈ ગયો હતો. ત્યારબાદ કેપ્ટન વિરાટ કોહલીએ  ચોથા દિવસની રમત પૂરી થયી તેની થોડી વાર પહેલા મહેમાન ટીમને 395 રનનો ટારગેટ આપ્યો. 

ચોથી ઈનિંગ સમેટવાનો પડકાર
ચોથા દિવસે 9 ઓવરના ખેલમાં ટીમ ઈન્ડિયાએ ડીન એલ્ગરની વિકેટ લઈને દ.આફ્રિકાની મુશ્કેલી વધારી હતી. એલ્ગને જાડેજાએ આઉટ  કર્યો હતો. ત્યારબાદ પાંચમા દિવસના પહેલા સત્રમાં બારતીય બોલરો હાવી રહ્યાં હતાં. આ સત્રમાં જાડેજાએ 3, મોહમ્મદ શમીએ 3 અને અશ્વિને એક વિકેટ લઈને તરખાટ મચાવ્યો અને ફક્ત 79 રનના સ્કોર પર મહેમાન ટીમની કુલ 8 વિકેટો ઝડપી હતી. જ્યારે નવમી વિકેટ પડતા થોડી વાર લાગી. છેલ્લે બંને વિકટો શમીના ફાળે ગઈ. તેણે ઈનિંગમાં કુલ 5 વિકેટ લીધી. 

9મા વિકેટની ભાગીદારી
ડેન પિડ્ટ અને સેનુરન મુથુસ્વામીએ 9મી વિકેટ માટે 70ના સ્કોર બાદ સારી બેટિંગ કરી. તેમણે પહેલા ટીમનો સ્કોર 100ને પાર કર્યો અને ટીમ ઈન્ડિયાના બોલર્સને પહેલા સત્રમાં જીતથી દૂર રાખ્યાં. બંનેએ કેટલાક સારા શોટ્સ રમ્યા. લંચ સુધીમાં 47 રનની ભાગીદારી  કરી. લંચ બાદ બીજા સત્રમાં બંનેએ ફરીથી મોટા શોટ્સ લગાવ્યાં અને પહેલા પિડ્ટે પોતાની અડધી સેન્ચ્યુરી પૂરી કરી. 91 રનની આ ભાગીદારીને તોડવામાં મોહમ્મદ શમીને સફળતા મળી હતી.  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news