ધર્મશાળાઃ પ્રથમ ટી20માં શાનદાર જીત બાદ રોહિત શર્માની આગેવાનીવાળી ટીમ ઈન્ડિયાએ ધર્મશાળામાં બીજી ટી20માં શ્રીલંકા પર જીતની ગતિ જારી રાખવા અને ત્રણ મેચોની સિરીઝમાં અજેય સરસાઈ બનાવવાનો પ્રયાસ કરશે. ભારતીય ટીમે પ્રથમ ટી20માં પોતાની જીતથી સકારાત્મક વસ્તુ હાસિલ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈશાન કિશન વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ અસહજ જોવા મળ્યો, પરંતુ શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ ટી20માં ધમાકેદાર શરૂઆક રરી, જેમાં તેણે 56 બોલમાં 10 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 89 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે 3 નંબર પર બેટિંગની સ્થિતિને સારી રીતે સંભાળી અને વાસ્તવમાં ધીમી શરૂઆત બાદ 28 બોલ પર અણનમ 57 રન ફટાકાર્યા હતા. 


રોહિત બ્રિગેડ બીજી મેચમાં ટીમમાં કોઈ પરિવર્તન કરવા ઈચ્છશે નહીં. રુતુરાજ ગાયકવાડ ઈજાગ્રસ્ત થતાં બહાર થઈ ગયો છે અને તેના સ્થાને મયંક અગ્રવાલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. રોહિત અને ઈશાન કિશન પર ફરી ટીમને આક્રમક શરૂઆત અપાવવાની જવાબદારી હશે. 


મેચમાં વરસાદનો ખતરો
ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટી20માં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા બીજી ટી20 મેચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે 26 ફેબ્રુઆરી, શનિવારે હળવો વરસાદ થઈ શકે છે. આ દરમિયાન તાપમાન 9થી 10 ડિગ્રી વચ્ચે રહી શકે છે. 


આ પણ વાંચોઃ Mirabai Chanu Qualifies for CWG: મીરાબાઈ ચાનૂએ સિંગાપુરમાં જીત્યો ગોલ્ડ મેડલ, કોમનવેલ્થ ગેમ્સ માટે કર્યું ક્વોલિફાય


પિચ રિપોર્ટ
ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમની પિચ બેટરોને અનુકૂળ હોય છે. અહીં ફરી બેટિંગને મદદરૂપ પિચ જોવા મળી શકે છે. પરંતુ સાંજની મેચ છે, એટલે ઝાકળનો પ્રભાવ પણ જોવા મળશે. ટોસ જીતનારી ટીમ પ્રથમ બોલિંગ કરવા ઈચ્છશે. 


મેચ પ્રિડિક્શન
બેટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગ ત્રણેય વિભાગોમાં ટીમ ઈન્ડિયાનું પલડું શ્રીલંકા સામે ભારે છે. તેવામાં ભારતીય ટીમ ફરી શ્રીલંકા પર ભારે પડી શકે છે. 


ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ રોહિત શર્મા, ઈશાન કિશન, શ્રેયસ અય્યર, સંજૂ સેમસન, દીપક હુડ્ડા, વેંકટેશ અય્યર, રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહ.


શ્રીલંકાની સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ પથુમ નિસાંકા, દનુષ્કા ગુણથિલકા, કામિલ મિશારા, દિનેશ ચંદીમલ, ચરિત અસાલંકા, દાસુન શનાકા, ચમિકા કરૂણારત્ને, જેફરી વેંડરસે, પ્રવીણ જયવિક્રમા, દુષ્મંથા ચમીરા અને લાહિરુ કુમારા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube