India vs Sri Lanka: હાલમાં ભારત માટે કપરો સમય છે.  રોહિત અને વિરાટનું લગભગ T-20માંથી બહાર થવું ફાયનલ છે.  આજે ભારત અને શ્રીલંકા વચ્ચે રાજકોટમાં નિર્ણાયક ટી20નો રોમાંચ જામશે, ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 શ્રેણીમાં 1-1ની બરોબરી હોથી ત્રીજી અને અંતિમ ટી 20 જીતવા માટે બન્ને ટીમો મરણીયો પ્રયાસ કરો તે નક્કી છે. રાજકોટમાં સાજે 7 વાગ્યાથી ત્રીજી ટી20 મેચનો પ્રારંભ થશે. ભારતે પ્રથમ ટી20 છેલ્લા બોલે જીત મેળવ્યા બાદ આત્મવિશ્વાસ વધ્યો હતો. પરંતુ પુણેમાં બીજી મેચમાં 200 નથી વધુના ટારગેટને ચેઝ કરવામાં ભારતે લડત આપી હોવા છતાં પરાજય થયો હતો. પુનામાં ભારતની હારનું કારણ ખરાબ બોલિંગ રહી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પરાજયમાંથી ભારતને ઘણું શીખવા મળ્યું છે. ભારતીય બોલર્સની ખરાબ લાઈન લેન્થ સાથેની બોલિંગનો શ્રીલંકાના બેટ્સમેનોએ ભરપૂર ફાયદો લીધો હતો. ઈજામાંથી કમબેક કરનાર અર્શદીપ સિંઘે બે ઓવરમાં પાંચ નો બોલ ફેંક્યા હતા કુલ 37 રન ખર્ચ્યા હતા જે ટી20 ફોરમેટમાં કોઈપણ બોલર માટે કંગાળ દેખાવ હતો


ભારતના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે જણાવ્યું કે, યુવા ખેલાડીઓની કારકિર્દીમાં આવી મેચો આવે અને અમારે તેમની સાથે સંયમથી વર્તવું પડે છે, જો કે એ પણ સમજવું પડશે કે અને આ પ્રકારનું પ્રદર્શન ના થવું જોઈએ. તેઓ શીખી રહ્યા છે. આ કપરું છે. આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં શીખવું સરળ નથી માટે જ અમારે સંયમ જાળવવો પડશે.


બન્ને ટીમો


ભારતઃ હાર્દિક (કેપ્ટન), કિશન (વિકી), ગાયકવાડ, ગિલ, સૂર્યકુમાર, હુડ્ડા, ત્રિપાઠી, જીતેશ, સુંદર, ચહલ, અક્ષર, અર્શદીપ, હર્ષલ, ઉમરાન, શિવમ, મુકેશ. 


શ્રીલંકાઃ શનાકા (કેપ્ટન), નિસંકા, આવિષ્કા, સમરવિક્રમ, કુસાલ, ભાનુકા, અસાલન્કા, ધનંજય, હસરંગા, બંદારા, થીકશાના, કરુણારત્ને, મધુશન્કા, કાસુન, વેલાલાગે, તુષારા


2023 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી ઘાતક હથિયાર બનશે આ ખેલાડી! થઈ ગઈ ભવિષ્યવાણી


રાહુલ દ્રવિડે આપ્યો સંકેત, ટી20 આંતરરાષ્ટ્રીયમાં રોહિત અને કોહલીની સફર સમાપ્ત!


T20 Ranking: નવા વર્ષમાં પણ નંબર વન સૂર્યકુમાર, ઈશાન કિશાન અને હુડ્ડાને થયો ફાયદો


ODI World Cup 2023: ભૂતપૂર્વ ભારતીય ઓપનર અને પસંદગી સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ કૃષ્ણમાચારી શ્રીકાંતે કરિશ્માઈ બેટ્સમેન વિરાટ કોહલીને ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર 2023 ODI વર્લ્ડ કપ વિશે કહ્યું છે કે તે ટીમના અન્ય ખેલાડીઓને તેમની ભૂમિકામાં મદદ કરશે. શ્રીકાંતે કહ્યું, 'આપણે તેને શું રોલ આપી શકીએ? ઇશાન કિશનને જુઓ, તે કેવી રીતે બોલને ફટકારે છે. તેણે તાજેતરમાં બેવડી સદી પણ ફટકારી છે. આ ખેલાડીઓને કહો કે તેઓ મેદાન પર જાય અને તેમની રમત રમે. તેમના પર કોઈ પ્રતિબંધ ન મૂકશો.


જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube