ODI World Cup 2023: 2023 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી ઘાતક હથિયાર બનશે આ ખેલાડી! થઈ ગઈ મોટી ભવિષ્યવાણી
Team India: આ વર્ષે 50 ઓવરનો વિશ્વકપ ભારતની યજમાનીમાં યોજાવાનો છે. ત્યારે ભારતીય ક્રિકેટ ફેન્સ રાહ જોઈ રહ્યાં છે કે ટીમ ઈન્ડિયા વિશ્વકપની ટ્રોફી ઉઠાવે. આ પહેલાં 2011માં ધોનીની આગેવાનીમાં ભારતે ટ્રોફી જીતી હતી. તો વિશ્વકપ પહેલાં ખેલાડીઓની ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે.
Trending Photos
નવી દિલ્હીઃ ODI World Cup 2023: ભૂતપૂર્વ ભારતીય ઓપનર અને પસંદગી સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ કૃષ્ણમાચારી શ્રીકાંતે કરિશ્માઈ બેટ્સમેન વિરાટ કોહલીને ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર 2023 ODI વર્લ્ડ કપ વિશે કહ્યું છે કે તે ટીમના અન્ય ખેલાડીઓને તેમની ભૂમિકામાં મદદ કરશે. શ્રીકાંતે કહ્યું, 'આપણે તેને શું રોલ આપી શકીએ? ઇશાન કિશનને જુઓ, તે કેવી રીતે બોલને ફટકારે છે. તેણે તાજેતરમાં બેવડી સદી પણ ફટકારી છે. આ ખેલાડીઓને કહો કે તેઓ મેદાન પર જાય અને તેમની રમત રમે. તેમના પર કોઈ પ્રતિબંધ ન મૂકશો.
વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા માટે ઘાતક હથિયાર બનશે આ ખેલાડી!
કૃષ્ણમાચારી શ્રીકાંતે કહ્યું, 'ઈશાન કિશનની જેમ તમારે બે કે ત્રણ એવા ખેલાડીઓની જરૂર છે જે પોતાને વ્યક્ત કરવામાં ડરતા ન હોય. ઓલરાઉન્ડર, પછી તે બેટિંગ ઓલરાઉન્ડર હોય કે બોલિંગ ઓલરાઉન્ડર, આ લાઇનઅપમાં જરૂરી છે, ટીમમાં આવા ખેલાડીઓનું સંકલન હોવું જોઈએ. ભૂતકાળમાં ગૌતમ ગંભીર એન્કરની ભૂમિકા ભજવી ચૂક્યો છે અને આ વખતે વિરાટ કોહલી માટે પણ એવું જ કહી શકાય, જે આ વખતે એ જ ભૂમિકા ભજવશે. તે ઈશાન કિશન જેવા ખેલાડીઓને મદદ કરશે. કિશને બેવડી સદી ફટકારી તો વિરાટે સદી ફટકારી.
પહેલાં જ થઈ ગઈ મોટી ભવિષ્યવાણી
શ્રીકાંતે સ્ટાર સ્પોર્ટ્સ પર 'ક્રિકેટના મહાકુંભ' શોમાં કહ્યું- આ ખેલાડીઓને આઝાદી આપવાની વાત છે. શું તમે ઈચ્છો છો કે તમે તમારી રમત રમો ભલે પછી ખેલાડી આઉટ કેમ ન થઈ જાય. ટીમને આવો દ્રષ્ટિકોણ જોઈએ. 1983 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના સભ્ય શ્રીકાંતે પણ કહ્યું કે વિરાટ આ વર્ષે વર્લ્ડ કપમાં બેટિંગ ચાર્ટમાં ટોચ પર રહેશે. ભૂતપૂર્વ પસંદગી સમિતિના અધ્યક્ષે કહ્યું કે આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ માટે હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને જસપ્રિત બુમરાહની પણ મહત્વની ભૂમિકા હશે જ્યારે દીપક હુડ્ડા રિઝર્વ તરીકે રહેશે. તેણે કહ્યું, 'આપણે દીપકને તૈયાર કરવાની જરૂર છે. અમને તેની પાસેથી 10 ઓવરની જરૂર નથી, અમને તેની પાસેથી ત્રણ કે ચાર ઓવર જોઈએ છે. તે બેટિંગ ઓલરાઉન્ડર બની શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે