IND v SL: ભારત-શ્રીલંકા મેચોના સમયમાં ફેરફાર, જાણો ક્યા સમયે રમાશે વનડે અને ટી20 મુકાબલા
IND v SL: ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચોની સિરીઝની પ્રથમ વનડે 18 જુલાઈએ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમની કમાન શિખર ધવન સંભાળશે.
નવી દિલ્હીઃ શ્રીલંકા સરકારની મંજૂરી મળ્યા બાદ ભારત અને શ્રાલંકા (IND vs SL) વચ્ચે લિમિટેડ ઓવર્સની સિરીઝ હવે 13ની જગ્યાએ 18 જુલાઈથી રમાશે. કાર્યક્રમને એટલા માટે આગળ વધારવામાં આવ્યો હતો કારણ કે શ્રીલંકા ગ્રુપમાં બે સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા હતા.
હવે વનડે અને ટી20 મેચોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. તેની જાણકારી શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (SLC) એ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આપી છે. સિરીઝની શરૂઆત વનડેથી થશે. પ્રથમ વનડે રવિવારે બપોરે 2.30 કલાકની જગ્યાએ 3 કલાકે શરૂ થશે. એટલે કે વનડે મેચ અડધી કલાક મોડી શરૂ થશે.
આ પણ વાંચોઃ Euro 2020: પેનલ્ટી ચુકી જનાર ઈંગ્લિશ ખેલાડીઓ પર રંગભેદી ટિપ્પણી, PM જોનસન બોલ્યા- શરમ આવવી જોઈએ
તો ટી20 મેચનો સમય સાંજે 7ની જગ્યાએ રાત્રે 8 કલાક કરવામાં આવ્યો છે. શિખર ધવન આ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાની કમાન સંભાળશે. બધી મેચોનું પ્રસારણ સોની નેટવર્ક પર 5 અલગ-અલગ ભાષાઓમાં કરવામાં આવશે.
સિરીઝની તમામ છ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ (R Premdasa Stadium) માં રમાશે. ભારતીય ટીમે ઇન્ટ્રા સ્ક્વોડ પ્રેક્ટિસ મેચ દ્વારા પોતાની તૈયારીઓને અંતિમ રૂપ આપી દીધુ છે. ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડ છે.
વનડે સિરીઝની પ્રથમ મેચ 18 તો બીજી મચે 20 જુલાઈએ રમાશે. સિરીઝની અંતિમ વનડે 23 જુલાઈએ રમાશે. T-20 સિરીઝની પ્રથમ મેચ 25 જુલાઈ, બીજી મેચ 27 જુલાઈ અને ત્રીજી મેચ 29 જુલાઈએ રમાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube