Euro 2020: પેનલ્ટી ચુકી જનાર ઈંગ્લિશ ખેલાડીઓ પર રંગભેદી ટિપ્પણી, PM જોનસન બોલ્યા- શરમ આવવી જોઈએ

આ તે ઈંગ્લેન્ડની ટીમ છે જે દરેક મેચ પહેલા રંગભેદ વિરુદ્ધ અવાજ ઉઠાવે છે. એક ઘુંટણ પર બેસી અશ્વેત ખેલાડીઓનું સમર્થન કરે છે. 

Euro 2020: પેનલ્ટી ચુકી જનાર ઈંગ્લિશ ખેલાડીઓ પર રંગભેદી ટિપ્પણી, PM જોનસન બોલ્યા- શરમ આવવી જોઈએ

લંડનઃ યુરોપીય ફુટબોલ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઇટલી વિરુદ્ધ પેનલ્ટી શૂટઆઉટમાં ચુકી જનાર ઈંગ્લેન્ડના ત્રણ અશ્વેત ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર રંગભેદી ટિપ્પણીનો સામનો કરવો પડ્યો, ત્યારબાદ ઈંગ્લેન્ડ ફુટબોલ સંઘે નિવેદન જારી કરી ખેલાડીઓ માટે ઉપયોગ કરવામાં આવી રહેલી ભાષાની નિંદા કરી છે. 

શું બોલ્યા પ્રધાનમંત્રી?
બીજીતરફ દેશના પ્રધાનમંત્રી બોરિસ જોનસને સામે આવવુ પડ્યુ છે. જોનસને ટ્વીટ કર્યુ- ઈંગ્લેન્ડની આ ટીમ સોશિયલ મીડિયા પર રંદભેદી દુર્વ્યવહારની જગ્યાએ હીરોના રૂપમાં પ્રશંસાને પાત્ર છે. આ ભયાનક દુર્વ્યવહાર માટે જવાબદાર લોકોને ખુદ પર શરમ આવવી જોઈએ. 

Those responsible for this appalling abuse should be ashamed of themselves.

— Boris Johnson (@BorisJohnson) July 12, 2021

આ અશ્વેત ખેલાડીઓ ચુક્યા પેનલ્ટી
ઈંગ્લેન્ડ પોતાની અંતિમ ત્રણેય પેનલ્ટીને ગોલમાં પરિવર્તિત કરવામાં નિષ્ફળ રહ્યું હતું. આ ત્રણેય ખેલાડી માર્કસ રશફોર્ડ, જાદોન સાંચે અને 19 વર્ષીય યુવા બુકાયો સાકા હતા. એફએએ નિવેદનમાં કહ્યું કે તે ત્રણેય ખેલાડીઓ સાથે કરવામાં આવી રહેલા વ્યવહારથી સ્તબ્ધ છે. ઈંગ્લેન્ડની ટીમે યુરોપીય ચેમ્પિયનશિપ મેચ પહેલા એક ઘુંટણ પર બેસી રંગભેદી અસમાનતાને દૂર કરવા માટે અવાજ ઉઠાવ્યો હતો. ટીમે ફાઇનલમાં પેનલ્ટી શૂટઆઉટમાં ચુકી જતા પહેલા પોતાના સમર્થકોના દિલ પણ જીત્યા હતા પરંતુ ટાઇટલ ન જીતવાને કારણે આ ગુસ્સો સામે આવ્યો છે. 

We stand with our players ❤️ https://t.co/1Ce48XRHEl

— England (@England) July 12, 2021

1966 વિશ્વકપ બાદ મોટી ટૂર્નામેન્ટ નથી જીત્યું ઈંગ્લેન્ડ
આ સતત ત્રીજો અવસર છે જ્યારે ઈંગ્લેન્ડને પેનલ્ટી શૂટઆઉટમાં નિરાશા હાથ લાગી છે. એફએએ નિવેદનમાં કહ્યું- અમે પ્રભાવિત ખેલાડીઓનું સંપૂર્ણ સમર્થન કરતા રહીશું અને (રંગભેદી ટિપ્પણીઓ માટે) જવાબદાર લોકોને આકરી સજા આપવાની અપીલ કરીશું. લંડનની મેટ્રોપોલિટન પોલીસે પણ કહ્યું કે, તે સોશિયલ મીડિયા પર અપમાનજનક અને રંગભેદી ટિપ્પણીઓની તપાસ કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news