નવી દિલ્હીઃ ત્રણ મેચોની વનડે સિરીઝની પ્રથમ મેચ વરસાદને કારણે રદ્દ થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમ રવિવારે પોર્ટ ઓફ સ્પેનના ક્વીન્સ પાર્ક ઓવલ મેદાન પર યજમાન વેસ્ટ ઈન્ડિઝની સાથે રમાનારી બીજી વનડે મેચમાં સરસાઇ મેળવવાના ઈરાદાથી મેદાન પર ઉતરશે. ભારતીય ટીમ વિશ્વકપના નિરાશાજનક પ્રદર્શનને ભુલાવીને નવી શરૂઆત કરવા ઈચ્છશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મધ્યમક્રમમાં બેટ્સમેનોને પ્રથમ મેચમાં રમવાની તક ન મળી અને હવે શ્રેયસ અય્યરને અહીં તક મળી શકે છે. જો ટોપ ક્રમ નિષ્ફળ રહે છે તો કેદાર જાધવ અને રિષભ પંત તથા મનીષ પાંડે ટીમને મુશ્કેલીમાથી બહાર કાઢી શકે છે. 


નવદીપ સૈનીને પર્દાપણની તક
બોલિંગમાં મોહમ્મદ શમીએ પ્રથમ મેચમાં ત્રણ ઓવરમાં પાંચ રન આપ્યા હતા. પરંતુ યુવા બોલર ખલીલ અહમદે ત્રણ ઓવરમાં 27 રન આપ્યા હતા અને હવે તે જોવાનું રસપ્રદ હશે કે શું ટીમ મેનેજમેન્ટ નવદીપ સૈનીને પર્દાપણ કરવાની તક આપે છે. સૌથી ટી20મા પ્રથમ પર્દાપણ કરી ચુક્યો છે. 


આ મેચને યાદગાર બનાવવા ઈચ્છે છે ગેલ
બીજીતરફ ટી-20 સિરીઝમાં 0-3થી ક્લીન સ્વીપ થયા બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમ વનડેમાં વાપસી કરવા ઈચ્છશે. ગેલની સંભવતઃ આ અંતિમ સિરીઝ છે અને તે તેને યાદગાર બનાવવા ઈચ્છશે. 


વિશ્વનો 21મો ખેલાડી બની જશે ગેલ
આ મેચમાં તમામની નજર દિગ્ગજ વેસ્ટ ઈન્ડિઝ બેટ્સમેન ક્રિસ ગેલ પર હશે. ગેલ વેસ્ટ ઈન્ડિઝ તરફથી સૌથી વધુ વનડે મેચ રમનાર ખેલાડી બની ગયો છે. હવે બીજી વનડેમાં ગેલ મેદાન પર ઉતરશે તો તેની 300મી વનડે મેચ હશે. ગેલ વનડે ઈતિહાસમાં 300મી મેચ રમનાર વિશ્વનો 21મો ખેલાડી બની જશે. આ સિવાય ગેલ બ્રાયન લારાનો રેકોર્ડ તોડી શકે છે.


માત્ર નવ રનની જરૂર
તો લારાએ અત્યાર સુધી 298 વનડે મેચોમાં 10405 રન બનાવ્યા છે. ગેલે લારાનો રેકોર્ડ તોડવા માટે માત્ર 9 રનની જરૂર છે. ગેલ પ્રથમ મેચમાં માત્ર 4 રન બનાવી શક્યો હતો. 

Rogers Cup: સેરેના વિલિયમ્સે ઓસાકાને હરાવી, સેમિફાઇનલમાં મેળવ્યું સ્થાન


ટીમ
વેસ્ટ ઈન્ડિઝઃ ક્રિસ ગેલ, કેમાર રોચ, કાર્લોસ બ્રેથવેટ, જેસન હોલ્ડર, એવિન લુઇસ, શેલ્ડન કોટરેલ, નિકોલસ પૂરન, ફૈબિયન એલન, શિમરોન હેટમાયર, શાઈ હોપ, રોસ્ટન જેસ, જોન કૈમ્પબેલ, કીમો પોલ, ઓશાને થોમસ. 


ભારતઃ રોહિત શર્મા, વિરાટ કોહલી, શિખર ધનવ, લોકેશ રાહુલ, કેદાર જાધવ, શ્રેયસ અય્યર, રિષભ પંત, ખલીલ અહમદ, મનીષ પાંડે, યુજવેન્દ્ર ચહલ, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, નવદીપ સૈની.