કોલકત્તાઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે શુક્રવાર 18 ફેબ્રુઆરીએ ત્રણ મેચોની ટી20 સિરીઝનો બીજો મુકાબલો રમાશે. ભારતે પ્રથમ મેચમાં 6 વિકેટે જીત મેળવી સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ભારત જો બીજી ટી20 મેચ જીતી લે તો સિરીઝ પર કબજો કરી લેશે. બીજી ટી20 મેચ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં મોટા ફેરફાર થઈ શકે છે. આવો નજર કરીએ આવતીકાલે રમાનારી બીજી ટી20 મેચમાં ભારત કઈ પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. ઓપનિંગ જોડી
વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બીજી ટી20 મેચમાં કેપ્ટન રોહિત શર્મા અને ઈશાન કિશનની ઓપનિંગ જોડીનું ઉતરવાનું નક્કી છે. કેએલ રાહુલ બહાર છે, તેવામાં ટીમ ઈન્ડિયા પાસે અન્ય વિકલ્પ ઋતુરાજ ગાયકવાડ છે. પરંતુ રોહિત શર્મા બીજી મેચમાં ઈશાન કિશનને વધુ એક તક આપશે. 


2. મિડલ ઓર્ડર
તો વિરાટ કોહલી ત્રીજા ક્રમે બેટિંગ કરશે. ત્યારબાદ વિકેટકીપર-બેટર રિષભ પંત ચોથા ક્રમે બેટિંગ કરશે. નંબર પાંચ પર સૂર્યકુમાર યાદવ રહેશે. તેવામાં સ્પિન ઓલરાઉન્ડર દીપક હુડ્ડાને બીજી ટી20 મેચમાં તક મળી શકે છે. દીપક હુડ્ડા વેંકટેશ અય્યરની જગ્યા લઈ શકે છે. 


3. આ હશે સ્પિન અને ફાસ્ટ બોલર
રવિ બિશ્નોઈની સાથે કુલદીપ યાદવને તક આપવામાં આવી શકે છે. રોહિત શર્મા યુજવેન્દ્ર ચહલને આરામ આપી શકે છે. ચહલ પ્રથમ ટી20 મેચમાં માત્ર એક વિકેટ લઈ શક્યો હતો. તેવામાં ટીમ કુલદીપને તક આપી શકે છે. ફાસ્ટ બોલિંગ વિભાગની કમાન ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર અને હર્ષલ પટેલ સંભાળશે. 


આ પણ વાંચોઃ IPL 2022: KKR ની ટીમે કેપ્ટનની કરી જાહેરાત, આ ભારતીય ખેલાડીના હાથમાં હવે કમાન


વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બીજી ટી20 મેચમાં આ હોઈ શકે છે ભારતની પ્લેઇંગ 11
ઈશાન કિશન
રોહિત શર્મા
વિરાટ કોહલી
રિષભ પંત
સૂર્યકુમાર યાદવ
દીપક હુડ્ડા
કુલદીપ યાદવ
રવિ બિશ્નોઈ
દીપક ચાહર
હર્ષલ પટેલ
ભુવનેશ્વર કુમાર.


ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી ટી20 મેચ 18 ફેબ્રુઆરીએ તો ત્રીજી અને અંતિમ ટી20 મેચ 20 ફેબ્રુઆરીએ રમાશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube