KKR ની ટીમે કરી નવા કેપ્ટનની જાહેરાત, DCને એકલા હાથે ફાઈનલની સફર કરાવનાર આ ખેલાડીને સોંપી કમાન
KKR New Captain 2022: કેકેઆરનો ધાકડ બેટર શ્રેયર અય્યરને પોતાનો કેપ્ટન બનાવ્યો છે. શ્રેયસ અય્યર ખુબ જ શાનદાર કેપ્ટન છે. અગાઉ તે દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ કરી ચૂક્યો છે. તેમની કેપ્ટનશિપમાં દિલ્હી કેપિટલ્સને ફાઈનલ સુધીની સફર નક્કી કરી હતી.
Trending Photos
નવી દિલ્હી: આઈપીએલ મેગા ઓક્શન સમાપ્ત થઈ ચૂક્યું છે. હવે આઈપીએલ 2022 માટે કેકેઆર ટીમના નવા કેપ્ટનની જાહેરાત કરી દેવામાં આવી છે. કેકેઆરની ટીમે જે ખેલાડીને કેપ્ટન બનાવ્યો છે, તે ખેલાડી પોતાના દમે દિલ્હી કેપિટલ્સને ફાઈનલ સુધી પહોંચાડી ચૂક્યો છે.
આ ખેલાડી બન્યો કેપ્ટન
કેકેઆરનો ધાકડ બેટર શ્રેયર અય્યરને પોતાનો કેપ્ટન બનાવ્યો છે. શ્રેયસ અય્યર ખુબ જ શાનદાર કેપ્ટન છે. અગાઉ તે દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ કરી ચૂક્યો છે. તેમની કેપ્ટનશિપમાં દિલ્હી કેપિટલ્સને ફાઈનલ સુધીની સફર નક્કી કરી હતી. શ્રેયસ બોલિંગમાં પણ શાનદાર રીતે ગેમ ચેન્જ કરે છે. તે બોલરની પાસે જઈને હંમેશાં મેદાન પર પ્રોત્સાહિત પણ કરતો રહે છે, તેમની પાસે ઘણો અનુભવ છે, જે કેકેઆરની ટીમ માટે મોટું કામ કરી શકે છે.
🚨 Ladies and gentlemen, boys and girls, say hello 👋 to the NEW SKIPPER of the #GalaxyOfKnights
— KolkataKnightRiders (@KKRiders) February 16, 2022
શાનદાર ફોર્મમાં છે અય્યર
શ્રેયસ અય્યર શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી વનડેમાં 80 રનની ઈનિંગ રમી હતી. તેની પાસે વિકેટ પર ટકવાની અદભૂત ક્ષમતા છે. જ્યારે તે પોતાની લયમાં હોય છે, ત્યારે તે કોઈપણ બોલિંગ ઓર્ડરને નષ્ટ કરી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ત્રણેય ફોર્મેટમાં તેણે ભારત માટે શ્રેષ્ઠ રમત દાખવી છે અને તે તેની ઉત્તમ બેટિંગ માટે જાણીતો છે. તેણે IPLમાં 87 મેચ રમી છે અને 31.67ની સરેરાશથી 2375 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈકરેટ 123.96 નો રહ્યો છે. તેના નામે 16 અડધી સદી છે, જ્યારે તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 96 છે.
પંતના કારણે કેપ્ટનશિપ છીનવાઈ
શ્રેયસ અય્યરની પાસે કેપ્ટનશિપનો અપાર અનુભવ છે. તેમણે દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ પણ કરી છે. તેણે પોતાના દમે દિલ્હીની ટીમને આઈપીએલ 2020ની ફાઈનલમાં પણ પહોંચાડી હતી, પરંતુ 2021 સીઝન પહેલા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને બહાર થવાનો વારો આવ્યો હતો. પછી ઋષભ પંતને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ જ્યારે શ્રેયસની વાપસી થઈ ત્યારે દિલ્હી મેનેજમેન્ટે પંતને જ કેપ્ટન તરીકે જાળવી રાખ્યો હતો. આ વાતથી અય્યર નારાજ થયા હતા અને તેમણે દિલ્હીની ટીમથી અલગ થવાનો નિર્ણય લીધો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે