નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમ ગુરૂવારથી મેજબાન વેસ્ટ ઇન્ડિઝ (West Indies) ની વિરુદ્ધ ટેસ્ટ મેચ શ્રેણી રમવા માટે ઉતરશે. બંન્ને ટીમની બે ટેસ્ટ મેચની સીરીઝ રમવાની છે. ભારતીય ટીમ (Team India) આ મેચ સાથે જ આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપમાં પોતાનાં વિજયી અભિયાનની શરૂઆત કરશે. આ મેચ એન્ટીંગાના નોર્થ સાઉન્ડ સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યે (ભારતીય સમય અનુસાર ) રમાશે. ભારતનાં 16માંથી 8 ખેલાડીઓ આશરે 7 મહિના બાદ ટીમમાં પરત ફરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અજય કુમાર ભલ્લા દેશનાં નવા ગૃહ સચિવ, CACની લીલીઝંડી
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે (India vs West Indies)  71 વર્ષમાં 96 ટેસ્ટ મેચ રમાઇ છે. જેમાં વિડીઝે 30 અને ભારતે 20 મેચ જીતી છે. બાકીની 46 મેચ ડ્રો રહી છે. ઓવરઓલ રેકોર્ડમાં જોઇએ તો કેરેબિયન ટીમ મજબુત રહી છે. જો કે છેલ્લા 17 વર્ષનાં રેકોર્ડને આધાર બનાવીએ તો ભારતીય ટીમ એક પણ મેચ હારી નથી. આ કારણે ભારતીય ટીમને જીતની દાવેદાર માનવામાં આવી રહી છે. 


આગામી 72 કલાકમાં વણસી શકે છે ઓરિસ્સાની સ્થિતી, તોફાની વરસાદની આગાહી
મુંબઈ: MNS નેતા રાજ ઠાકરેની ઈડી કરી રહી છે પૂછપરછ, કલમ 144 લાગુ, અનેક કાર્યકરોની અટકાયત 
રિદ્ધિમાન સાહા ડોઢ વર્ષ બાદ ટીમમાં પરત ફર્યા
એટીગામાં થનારી ટેસ્ટ મેચ (Antigua Test) ની વાત કરીએ તો ભારતીય ટીમમાં પ્લેઇંગ ઇલેવન મુદ્દે ટક્કર જોવા મળી હતી. વિકેટકીપર રિદ્ધિમાન સાહા (Wriddhiman Saha) નું ડોઢ વર્ષ બાદ ટીમમાં આગમન થયું છે. તેને પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ થવા માટે ઋષભ પંત (Rishabh Pant) સામે કડક ટક્કર મળી રહી છે. પંત ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં શતક લગાવનારા પહેલા ભારતીય વિકેટકીપર બેટ્સમેન છે.


CBI બાદ ઈડી પણ કરશે ચિદમ્બરમની ધરપકડ, પરંતુ એ પહેલા જ થયો મોટો ફેરફાર
અશ્વિનની 8 મહિના બાદ ટીમમાં વાપસી
ભારતીય ટીમમાં ચેતેશ્વર પુજારા, આંજિક્ય રહાણે, મયંક અગ્રવાલ, હનુમાન વિહારી, ઇશાંત શર્મા અને ઉમેશ યાદવ સાત મહિના બાદ વાપસી કરી રહ્યા છે. રવિચંદ્રન અશ્વિનને તો 8 મહિના જેટલા લાંબા ગાળા બાદ ટીમમાં વાપસી થઇ રહી છે. 
અયોધ્યા કેસ LIVE : સુપ્રીમ કોર્ટ સુનાવણીનો 10મો દિવસ, થઇ ધારદાર દલીલો...
17 વર્ષથી અજેય છે ભારત
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે 17 વર્ષમાં સાત ટેસ્ટ સીરીઝ રમાઇ ચુકી છે. આ સીરીઝમાં કુલ 23 મેચ રમાઇ ચુકી છે. તેમાંથી 12માં ભારતની જીત થઇ છે. બાકી 11 મેચ ડ્રો થઇ છે. વિડિઝ છેલ્લા 17 વર્ષથી ભારત સામે જીતી શક્યું નથી. 
LIVE: તપાસ માટે ચિદમ્બરમને રિમાન્ડ પર લેવા જરૂરી- CBI વકીલ
ભારતીય ટીમ
ભારત : વિરાટ કોહલી (કેપ્ટન), આંજિક્ય રહાણે, મયંક અગ્રવાલ, લોકેશ રાહુલ, ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી, રોહિત શર્મા, ઋષભ પંત, રિદ્ધિમાન સાહા, રવિચંદ્રન અશ્વિન, રવીંદ્ર જાડેજા, કુલદીપ યાદવ, ઇશાંત શર્મા, મોહમ્મદ શહીદ, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ