IND vs WI: એમએસ ધોનીના રેકોર્ડની બરોબરી કરી શકે છે કોહલી, માત્ર એક જીત દૂર
કેપ્ટન વિરાટ કોહલી જ્યારે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ રમવા ઉતરશે તો એક ખાસ રેકોર્ડ તેની પ્રતીક્ષા કરી રહ્યો હશે.
નવી દિલ્હીઃ વિરાટ કોહલી જો વધુ એક ટેસ્ટ મેચમાં જીત હાસિલ કરી લે તો તે રમતના સૌથી મોટા ફોર્મેટમાં ભારત માટે સૌથી વધુ જીત હાસિલ કરનારા મહેન્દ્ર સિંહ ધોનીના રેકોર્ડની બરોબરી કરી લેશે. કોહલી ગુરૂવારથી વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ શરૂ થઈ રહેલી ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી શકે છે.
કોહલીના નામે ભારતીય ટીમના કેપ્ટન તરીકે 46 મેચોમાં 26 જીત નોંધાયેલી છે, જ્યારે ધોનીના નામે 60 મેચોમાં 27 જીત છે. કોહલી સૌથી પહેલા ટેસ્ટમાં ભારતનો કેપ્ટન બન્યો હતો. 2014મા ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ધોનીએ નિવૃતી લીધા બાદ કોહલીને ટેસ્ટ ટીમની કમાન સોંપવામાં આવી હતી.
પોતાની આગેવાનીમાં કોહલીએ ભારતને ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડમાં જીત અપાવી છે. આફ્રિકા અને ઈંગ્લેન્ડમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. કોહલીએ પાછલા વર્ષે ભારતને ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટમાં 2-1થી ઐતિહાસિક જીત અપાવી 71 વર્ષમાં પ્રથમ શ્રેણી વિજય અપાવ્યો હતો.
સૌથી વધુ ટેસ્ટ જીત મેળવનાર ભારતીય કેપ્ટન
કેપ્ટન | મેચ | જીત |
એમએસ ધોની | 60 | 27 |
વિરાટ કોહલી | 46 | 26 |
સૌરવ ગાંગુલી | 49 | 21 |
મોહમ્મદ અઝહરુદ્દીન | 47 | 14 |