India vs Zimbabwe T20 Series: ભારતીય ટીમ ભલે આ સમયે ટી20 વિશ્વકપ 2024માં રમી રહી હોય, પરંતુ આગામી સિરીઝની તૈયારી પણ ટૂંક સમયમાં શરૂ થવાની છે. કારણ કે 29 જૂને વિશ્વકપની ફાઈનલ રમાશે અને ત્યારબાદ જુલાઈના પ્રથમ સપ્તાહમાં ભારતીય ટીમ આગામી મેચ રમશે. પરંતુ આ સિરીઝમાં હજુ સમય છે અને ટીમની જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ સવાલ ચે છે કે રોહિત શર્મા આ સિરીઝમાં ટીમની કમાન સંભાળશે કે કોઈ અન્ય ખેલાડીને જવાબદારી સોંપવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝિમ્બાબ્વે સિરીઝમાં રોહિત કરી શકે છે આરામ
ટી20 વિશ્વકપ બાદ ભારતીય ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસ પર જશે. જ્યાં ત્રણ મેચની ટી20 સિરીઝ રમાશે. તેનો કાર્યક્રમ પણ જાહેર થઈ ગયો છે. રોહિત શર્મા ભલે વિશ્વકપમાં ભારતની કમાન સંભાળી રહ્યો છે, પરંતુ તે વાતની સંભાવના ઓછી છે કે ત્યારબાદ પણ તે કેપ્ટન રહેશે. હકીકતમાં રોહિત શર્મા લાંબા સમયથી સતત રમી રહ્યો છે. તે બે મહિના આઈપીઓલમાં વ્યસ્ત રહ્યો હતો. તેવામાં ઝિમ્બાબ્વે સામે સિરીઝમાં તેને આરામ આપવામાં આવી શકે છે. 


આ પણ વાંચોઃ ઓલિમ્પિકમાં ખેલાડીઓને જીવનું જોખમ! સૌથી મોટી સ્પોર્ટ્સ ઈવેન્ટને લઈને ખરાબ સમાચાર


હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ હોઈ શકે છે કેપ્ટન
ઝિમ્બાબ્વે સામે રમાનારી ટી20 સિરીઝ વધુ મહત્વની નથી. તેવામાં હાર્દિક પંડ્યા કે સૂર્યકુમાર યાદવને ટીમની કમાન સોંપવામાં આવી શકે છે. જો હાર્દિક પંડ્યા ઝિમ્બાબ્વે જવા માટે તૈયાર છે તો તે કેપ્ટન બનીને જશે, જ્યારે સૂર્યકુમાર યાદવ વાઇસ કેપ્ટન. જો હાર્દિકને પણ આ સિરીઝ માટે આરામ આપવામાં આવે તો સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવી શકવામાં આવે છે. સાથે આઈપીએલમાં જે ખેલાડીઓએ સારૂ પ્રદર્શન કર્યું છે તેને આ સિરીઝમાં તક આપવામાં આવી શકે છે.


નવા હેડ કોચની જાહેરાત બાદ થશે ટીમની જાહેરાત
ટૂંક સમયમાં ભારતીય ક્રિકેટ ટીમમાં મોટો ફેરફાર થવાનો છે. રાહુલ દ્રવિડનો કોચ તરીકે કાર્યકાળ ટી20 વિશ્વકપની સમાપ્તિ સાથે પૂર્ણ થઈ જશે. બીસીસીઆઈએ નવા કોચ માટે કવાયત શરૂ કરી છે. સંભવિત નામોના ઈન્ટરવ્યૂ લેવામાં આવી રહ્યાં છે. તેવામાં જલ્દી બીસીસીઆઈ તરફથી નવા કોચની જાહેરાત કરવામાં આવશે. નવા કોચની રેસમાં ગૌતમ ગંભીરનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. તેવામાં નવા કોચના નામની જાહેરાત બાદ બીસીસીઆઈ ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી શકે છે.