મુંબઈ : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના CEO ડેવિડ રિચાર્ડસન હાલમાં ટીમ ઇન્ડિયાના ઉત્સાહમાં વધારો કરતું મહત્વનું નિવેદન આપ્યું છે. તેઓ ઇંગ્લેન્ડમાં રમાનાર વર્લ્ડકપ જીતવા માટે ભારતને પ્રબળ દાવેદાર માને છે. રિચાર્ડસને કહ્યું કે, સૌરવ ગાંગુલી વખતે ભારત પાસે સચિન તેંડુલકર, વિરેન્દ્રે સહેવાગ અને રાહુલ દ્રવિડ જેવા બેટ્સમેન હતા પરંતુ બોલિંગ નબળી હતી જેના લીધે ભારતને નિરાશા હાથ લાગી હતી. જોકે તાજેતરમાં વિરાટ કોહલીની ટીમ રમતના દરેક વિભાગમાં સંતુલિત છે અને આ કારણે ટીમ ઇન ઇન્ડિયાને હરાવવી અઘરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડેવિડ રિચાર્ડસને કહ્યું છે કે 30 મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થતા વર્લ્ડકપમાં વિજેતા કોણ બનશે તે અંગે ભવિષ્યવાણી કરવી અઘરી છે, પરંતુ છેલ્લા 4-5 વર્ષમાં ભારતે જે પ્રગતિ કરી છે તે જોતા ભારતને વર્લ્ડકપ જીતવા માટે પ્રબળ દાવેદાર માની શકાય છે.


ક્રિકેટમાં ભ્રષ્ટાચાર રોકવા માટે ICCના પ્રયાસો વિશે રિચાર્ડસને કહ્યું કે, અમે ભ્રષ્ટાચાર પર રોક લગાવવાની સાથે ખેલાડીઓના વર્તન ઉપર પણ ધ્યાન રાખીએ છીએ. ક્રિકેટની ભાવના બનાવવી રાખવા માટે આ જરૂરી છે. જે લોકો મેચ ફિક્સ કરવા માટે ખેલાડીઓની આસપાસ ફરે છે અમે તેવા લોકોને દૂર રાખવા પ્રયાસ કરીએ છીએ. 


રમતજગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...