નવી દિલ્હીઃ India vs England ODI Series 2022 Schedule: ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) આગામી વર્ષે જુલાઈમાં ઈંગ્લેન્ડમાં સીમિત ઓવરોની સિરીઝ રમશે. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ  (ECB) એ  2022ના ઘરેલૂ આંતરરાષ્ટ્રીય કેલેન્ડરની જાહેરાત કરી આ જાણકારી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ટીમ હાલ ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ રમી રહી છે, જેની પાંચમી અને અંતિમ ટેસ્ટ 10 સપ્ટેમ્બરથી માન્ચેસ્ટરમાં રમાશે. અન્ય પ્રવાસથી વિપરીત આ વખતે કોવિડ-19 મહામારીને કારણે પ્રવાસના સમયને જોતા આ ટેસ્ટ ક્રિકેટ અને સીમિત ઓવરોની સિરીઝને વિભાજીત કરવામાં આવી છે. 


વનડે અને ટી20 સિરીઝ રમશે ટીમ ઈન્ડિયા
ઈંગ્લેન્ડની પુરૂષ ટીમ જુલાઈમાં ભારત વિરુદ્ધ સીમિત ઓવરોની ઘરેલૂ સિરીઝ રમશે અને પછી દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. ઈસીસી તરફથી જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર ભારતના પ્રવાસની શરૂઆત 1 જુલાઈથી ઓલ્ડ ટ્રેફર્ડ પર ટી20 આંતરરાષ્ટ્રીય મુકાબલા સાથે થશે. તો અન્ય બે ટી20 મેચ ટ્રેન્ટબ્રિઝ (3 જુલાઈ) અને એઝિસ બાઉલ (6 જુલાઈ) માં રમાશે. 


ત્યારબાદ ત્રણ મેચોની વનડે સિરીઝ એઝબેસ્ટન (9 જુલાઈ), ઓવલ (12 જુલાઈ) અને લોર્ડ્સ (14 જુલાઈ) પર રમાશે. જો રૂટની ટેસ્ટ ટીમ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝની શરૂઆત બે જૂને લોર્ડ્સ પર કરશે જ્યારે અન્ય બે ટેસ્ટ ટ્રેન્ટબ્રિઝ અને હેડિંગ્લેમાં રમાશે. 


આ પણ વાંચોઃ ICC ટેસ્ટ રેન્કિંગઃ જસપ્રીત બુમરાહને થયો ફાયદો, જાણો અન્ય ભારતીય ખેલાડીઓની સ્થિતિ  


ભારતના 2022માં ઈંગ્લેન્ડના પ્રવાસનો કાર્યક્રમ આ પ્રકારે છે.


ટી 20 શ્રેણી-
પ્રથમ T20I: જુલાઈ 1, ઓલ્ડ ટ્રેફોર્ડ


બીજી ટી 20: 3 જુલાઈ, ટ્રેન્ટ બ્રિજ


ત્રીજી ટી 20: 6 જુલાઈ, એજીયસ બાઉલ


વનડે શ્રેણી-
પહેલી વનડે: જુલાઈ 09, એજબેસ્ટન


બીજી વનડે: 12 જુલાઈ, ઓવલ


ત્રીજી વનડે: 14 જુલાઈ, લોર્ડ્સ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube