ICC ટેસ્ટ રેન્કિંગઃ જસપ્રીત બુમરાહને થયો ફાયદો, જાણો અન્ય ભારતીય ખેલાડીઓની સ્થિતિ

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ફાયદો થયો છે. ઓવલ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શનનું ઈનામ બુમરાહને મળ્યું છે. 
 

ICC ટેસ્ટ રેન્કિંગઃ જસપ્રીત બુમરાહને થયો ફાયદો, જાણો અન્ય ભારતીય ખેલાડીઓની સ્થિતિ

નવી દિલ્હીઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે જારી પાંચ મેચોની સિરીઝની ચોથી ટેસ્ટ બાદ જસપ્રીત બુમરાહને આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ફાયદો થયો છે. ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ટેસ્ટ બોલરોના રેન્કિંગમાં એક સ્થાનનો ફાયદો મળ્યો છે, જ્યારે ટેસ્ટ બેટ્સમેનોના ટોપ-10 રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી. રોહિત શર્મા પાંચમાં અને વિરાટ કોહલી છઠ્ઠા સ્થાને છે. બુમરાહે લંડનના ધ ઓવલમાં રમાયેલી ચોથી ટેસ્ટની બંને ઈનિંગમાં બે-બે વિકેટ ઝડપી હતી. આ સિરીઝમાં અત્યાર સુધી એકપણ મેચ ન રમેલ આર અશ્વિન બીજા સ્થાને યથાવત છે. 

તો ટેસ્ટ ઓલરાઉન્ડરોની વાત કરીએ તો ક્રિસ વોક્સની ટોપ-10માં એન્ટ્રી થઈ છે. રવિન્દ્ર જાડેજા ત્રીજા સ્થાને છે. ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગમાં આર અશ્વિનને નુકસાન થયું છે. વેસ્ટ ઈન્ડિઝનો જેસન હોલ્ડર ટેસ્ટમાં નંબર-1 ઓલરાઉન્ડર છે. ટેસ્ટમાં નંબર-1 બોલર પેટ કમિન્સ છે, જ્યારે જો રૂટ નંબર-1 બેટ્સમેન છે. 

The latest @MRFWorldwide ICC Men's Test Player Rankings 👉 https://t.co/xgdjcxK2Tq pic.twitter.com/yOyxsdXLp4

— ICC (@ICC) September 8, 2021

ટેસ્ટ બોલરોના રેન્કિંગમાં ટિમ સાઉદી ત્રીજા અને જોશ હેઝલવુડ ચોથા સ્થાને છે. ટોપ-10 બોલરોમાં બે ભારતીય, ટોપ-10 બેટ્સમેનોમાં બે ભારતીય અને ટોપ-10 ઓલરાઉન્ડરોમાં બે ભારતીયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news