જ્યારે ગાવસ્કરની આગેવાનીમાં ભારત બન્યું હતું એશિયા ચેમ્પિયન, પાકને આપી હતી માત
13 એપ્રિલ 1984ના શારજાહના મેદાનમાં ભારતે સુનીલ ગાવસ્કરની આગેવાનીમાં શ્રીલંકા અને પાકિસ્તાનને હરાવી પ્રથમ એશિયા કપ પર કબજો કર્યો હતો.
નવી દિલ્હીઃ આજથી આશરે 36 વર્ષ પહેલા ભારતે યૂએઈમાં ઈતિહાસ રચી દીધો હતો. 1984માં પ્રથમવાર એશિયા કપ (Asia Cup) ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારત સિવાય પાકિસ્તાન અને શ્રીલંકાએ ભાગ લીધો હતો. આ ટૂર્નામેન્ટ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમઆઇ હતી, એટલે કે દરેક ટીમે અન્ય ટીમ સામે રમવાનું હોય છે. આ સિરીઝમાં કુલ 3 મેચ રમાઇ હતી, અને તેનો કોઈ ફાઇનલ મુકાબલો નહોતો. 1983માં વિશ્વકપમાં ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવનાર કેપ્ટન કપિલ દેવ ઈજાને કારણે બહાર હતાં. ભારતની કમાન હવે સુનીલ ગાવસ્કર (Sunil Gavaskar)ના હાથમાં હતી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube