ઓકલેન્ડઃ ભારતીય મહિલા હોકી ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર પોતાનો બીજો મુકાબલો હારી ગઈ છે. તેને યજમાન ન્યૂઝીલેન્ડે સોમવારે 2-1થી પરાજય આપ્યો હતો. આ પહેલા ટીમે પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને 4-0થી પરાજય આપ્યો હતો. મહિલા ટીમે આ પ્રવાસ પર ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ચાર અને ગ્રેટ બ્રિટન વિરુદ્ધ એક મેચ રમવાની છે. ન્યૂઝીલેન્ડ માટે મેચમાં મેગન હલે બે ગોલ કર્યાં હતા. તો ભારત માટે એકમાત્ર ગોલ સલિમા ટેટેએ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેચની શરૂઆતથી ન્યૂઝીલેન્ડની ટીમ આક્રમક હતી. તેણે પહેલા ક્વાર્ટરની ત્રીજી મિનિટમાં 1-0ની લીડ મેળવી લીધી હતી. તેના માટે પહેલો ગોલ મેગન હલે કર્યો હતો. તો પ્રથમ ક્વાર્ટરના અંતે સમિમા ટેટેએ પેનલ્ટીને ગોલમાં ફેરવીને મેચ 1-1ની બરોબરી પર લાવી હતી. મેગન હલે ચોથા અને છેલ્લા ક્વાર્ટરમાં ગોલ કરીને ન્યૂઝીલેન્ડને 2-1થી જીત અપાવી હતી. 


પદ્મ એવોર્ડ ન મળવાથી નિરાશ વિનેશ ફોગાટ, પૂછ્યું- કોણ નક્કી કરે છે કે કોને પુરસ્કાર મળશે?


'અમે ગોલ કરવાની ઘણી તક બનાવી, પરંતુ તેનો લાભ ઉઠાવી શક્યા નહીં.'
ભારતીય ટીમના મુખ્ય કોચ સોર્ડ મરિને મેચ બાદ કહ્યું, 'અમે ગોલ કરવાની ઘણી તક બનાવી, પરંતુ તેનો ફાયદો મેળવી શક્યા નહીં. ન્યૂઝીલેન્ડની ટીમ નાની-નાની તકે સફળ રહી. અમે ગોલ કરવા માટે આઠ શોટ લગાવ્યા, અમને ચાર પેનલ્ટી કોર્નર પણ મળ્યા હતા. ટીમ આગળ સારૂ પ્રદર્શન કરશે.' ભારત બુધવારે ત્રીજી મેચમાં ફરી ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર