નવી દિલ્હીઃ આઈસીસી વનડે વિશ્વકપ 2023 માટે ભારતીય ક્રિકેટ બોર્ડે ટીમની જાહેરાત કરી દીધી છે. 15 સભ્યોની ટીમમાં લગભગ તે ખેલાડીઓ સામેલ છે, જેની પસંદગી એશિયા કપ માટે કરવામાં આવી હતી. બસ યુવા તિલક વર્મા અને પ્રસિદ્ધ કૃષ્ણા ટીમમાં નથી. પરંતુ ભારતીય ટીમમાં કેટલાક એવા પ્લેયર્સ પણ સામેલ છે, જેને લગભગ કામથી નહીં પરંતુ નામથી જગ્યા મળી છે. અથવા એમ કહો કે તેના સ્થાને ટીમમાં કોઈ અન્ય ખેલાડી ડિઝર્વ કરતા હતા. આખરે કોણ છે તે ખેલાડી આવો જાણીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેએલ રાહુલ
તમે જાણીને ચોકી જશો કે ભારતીય ટીમમાં અનુભવી ઓપનિંગ બેટર કેએલ રાહુલ તે ખેલાડીઓમાંથી એક છે જે લગભગ આ વિશ્વકપની ટીમમાં જગ્યા ડિઝર્વ કરતો નહોતો. તેના એક નહીં ઘણા કારણ છે. પ્રથમ કેએલ રાહુલની ફિટનેસ. રાહુલ આઈપીએલ 2023 દરમિયાનથી ઈજાગ્રસ્ત છે. પરંતુ તે એશિયા કપ પહેલા ફિટ થઈ ગયો છે. પરંતુ ત્યારબાદ તે નિગલ ઇંજરીને કારણે ફરી ઈજાગ્રસ્ત થઈ ગયો. તેના કારણે એશિયા કપમાં હજુ સુધી રમી શક્યો નથી. સંપૂર્ણ રીતે ફિટ ન હોવા છતાં તેની એશિયા કપ અને વિશ્વકપની ટીમમાં પસંદગી કરવામાં આવી. બીજુ માર્ચથી લઈને તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો નથી. તેવામાં સીધી વિશ્વકપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં તેને સામેલ કરવો જોખમ સાબિત થઈ શકે છે. અત્યાર સુધી તેને ગેમ ટાઈમ મળ્યો નથી. 


સૂર્ય કુમાર યાદવ
ટી20 ક્રિકેટનો હીરો સૂર્યકુમાર યાદવ વનડે ક્રિકેટમાં સતત ઝીરો રહ્યો છે. તે અત્યાર સુધી ભારતની વનડે ટીમમાં જગ્યા પાક્કી કરી શક્યો નથી. તેમાં કોઈ બે મત નથી કે સૂર્યાકુમાર ટી20નો ધમાકેદાર બેટર છે. પરંતુ તે વનડેમાં સતત સંઘર્ષ કરતો જોવા મળી રહ્યો છે. ટીમે તેને સાબિત કરવા માટે ઘણી તક આપી છે. પરંતુ તે સતત ફ્લોપ રહ્યો છે. સૂર્યકુમાર યાદવે ભારત માટે 26 વનડેમાં માત્ર 24.3ની એવરેજથી 511 રન બનાવ્યા છે. ઘણા ખેલાડી એવા છે જે વનડે ક્રિકેટમાં તેના કરતા સારૂ કરી રહ્યાં છે. પરંતુ તેને વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી.


આ પણ વાંચોઃ વર્લ્ડ કપની ટીમમાં સ્થાન ન મળ્યું, 5 કમનસીબ ખેલાડીઓની અવગણના!


ODI વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન)
શુભમન ગિલ
વિરાટ કોહલી
સૂર્યકુમાર યાદવ
શ્રેયસ અય્યર
કેએલ રાહુલ (વિકેટકીપર)
ઈશાન કિશન (વિકેટકીપર)
અક્ષર પટેલ
હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન)
રવિન્દ્ર જાડેજા
મોહમ્મદ સિરાજ
કુલદીપ યાદવ
જસપ્રીત બુમરાહ
મોહમ્મદ શમી
શાર્દુલ ઠાકુર


ODI વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો કાર્યક્રમ
ઑક્ટોબર 8: vs ઑસ્ટ્રેલિયા, ચેન્નાઈ, બપોરે 2 વાગ્યે
ઑક્ટોબર 11: vs અફઘાનિસ્તાન, નવી દિલ્હી, બપોરે 2 વાગ્યે
ઑક્ટોબર 14: vs પાકિસ્તાન , અમદાવાદ, બપોરે 2 વાગ્યે
ઑક્ટોબર 19: vs બાંગ્લાદેશ, પૂણે, બપોરે 2 વાગ્યે
ઑક્ટોબર 22: vs ન્યુઝીલેન્ડ, ધર્મશાલા, બપોરે 2 વાગ્યે
ઑક્ટોબર 29: vs ઇંગ્લેન્ડ, લખનૌ, બપોરે 2 વાગ્યે
2 નવેમ્બર: vs શ્રીલંકા, મુંબઈ, બપોરે 2
નવેમ્બર 5: vs દક્ષિણ આફ્રિકા, કોલકાતા, બપોરે 2 વાગ્યે
નવેમ્બર 12: vs નેધરલેન્ડ, બેંગલુરુ, બપોરે 2 વાગ્યે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube