હિમા દાસને સરકારે આપી સોગાદ, હવે ટોક્યો ઓલમ્પિક સુધી મળશે આર્થિક મદદ
ભારતની ઉભરતી એથલેટિક્સ સ્ટાર હિમા દાસને સરકારની ટાર્ગેટ ઓલમ્પિક પોડિયમ યોજના હેઠળ 2020 ટોક્યો ઓળમ્પિક સુધી આર્થિક સહાય આપવામાં આવશે. હિમા ફિનલેન્ડમાં યોજાયેલ IAF અંડર 20 વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં 400 મીટર દોડમાં સુવર્ણ પદક જીતનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા. સ્પોર્ટ્સ ઇન્ડિયાના મહાિર્દેશક નીલમ કપૂર પાસે તેની પૃષ્ટી કરી છે.
નવી દિલ્હી : ભારતની ઉભરતી એથલેટિક્સ સ્ટાર હિમા દાસને સરકારની ટાર્ગેટ ઓલમ્પિક પોડિયમ યોજના હેઠળ 2020 ટોક્યો ઓળમ્પિક સુધી આર્થિક સહાય આપવામાં આવશે. હિમા ફિનલેન્ડમાં યોજાયેલ IAF અંડર 20 વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં 400 મીટર દોડમાં સુવર્ણ પદક જીતનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા. સ્પોર્ટ્સ ઇન્ડિયાના મહાિર્દેશક નીલમ કપૂર પાસે તેની પૃષ્ટી કરી છે.
હિમાને રાષ્ટ્રમંડળ રમતમાં શાનદાર પ્રદર્શન બાદ મંત્રાલયની ટાર્ગેટ ઓલમ્પિક પોડિયમ યોજનામાં સમાવાશે. યોજના હેઠળ તેણે 50 હજાર રૂપિયા પ્રતિ મહિના આઉટ ઓફ પોકેટ ભથ્થું અને ઓલમ્પિકની તૈયારી સુધી સંપુર્ણ આર્થિકસહાય આપવામાં આવશે. અસમના નવાંગ જિલ્લાની રહેવાસી હિમાએ 51.46 સેકન્ડમાં અંતર કાપીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. શરૂઆતી યાદી હેઠળ હિમાને એશિયન રમત સુધી જ સહાયતા મળવાની હતી.
કપુરે કહ્યું કે, હિમા અને 400 મીટરના અન્ય દોડવીરોને રાષ્ટ્રમંડળ રમતો બાદ પોલેન્ડમાં સપાલા ઓલમ્પિક ટ્રેનિંગ સેન્ટર ખાતે મોકલવામાં આવ્યા. જેનો સંપુર્ણ ખર્ચ કેન્દ્ર સરકારે ઉઠાવ્યો. બક્તા દે ના નાનકડા ગામમાં કેડૂત પરિવારમાં જન્મેલી 18 વર્ષીય હિમા ગુરૂવારે ફિનલેન્ડમાં આઇએએફ અંડર-20 એતળેટિક્સ ચેમ્પિનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને દેશવાસીઓની આંખનો તારો બની ચુકી હતી.