બેડમિન્ટનઃ પીવી સિંધુએ ચીનની આ કંપની સાથે કર્યો 50 કરોડનો કરાર
સ્ટાર શટલર પીવી સિંધુએ ચીનની જાણીતી લી નિંગ સાથે 50 કરોડ રૂપિયાનો કરાર કર્યો છે. લી નિંગ ચીનની રમતનો સામાન બનાવનારી કંપની છે.
નવી દિલ્હીઃ ઓલમ્પિક અને વિશ્વ ચેમ્પિયનશિપની સિલ્વર મેડલ વિજેતા પીવી સિંધુ સાથે ચીનની રમત સામગ્રી બનાવનારી લિ નિંગ સાથે લગભગ 50 કરોડ રૂપિયાનો ચાર વર્ષનો કરાર કર્યો છે. આ રેકોર્ડ કરાર પહેલા ચીનની કંપનીએ ગત મહિને એક અન્ય ભારતીય ખેલાડી કિદાંબી શ્રીકાંત સાથે પણ 35 કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો.
ભારતમાં લિ નિંગના ભાગીદાર સનલાઇન સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર મહેન્દ્ર કપૂરે જણાવ્યું, સિંધુનો કરાર બેડમિન્ટનની દુનિયામાં સૌથી મોટા કરારોમાંથી એક છે. લગભગ 50 કરોડ રૂપિયાના કરારમાં સ્પોન્સરશિપ અને સાધનો સામેલ છે. કપૂરે દાવો કર્યો, આ તે પ્રકારનો કરાર છે, જેમ પૂમાએ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સાથે કર્યો. સિંધુને 40 કરોડ રૂપિયા સ્પોન્સરશિપ માટે મળશે, જ્યારે બાકીની રમતના ઉપકરણ સામેલ છે. તેથી આ લગભગ 50 કરોડની આસપાસનો કરાર છે.
પૂમાએ 2017માં વિરાટ કોહલીની સાથે આઠ વર્ષ માટે 100 કરોડનો કરાર કર્યો હતો, જે વર્ષના 12.5 કરોડ રૂપિયાનો છે. રિયો ઓલમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યા બાદ સિંધુની લોકપ્રિયતામાં ખૂબ વધારો થયો છે અને ગત વર્ષે ફોર્બ્સની યાદીમાં તે વિશ્વમાં કમાણી કરવા મામલે સાતમાં સ્થાને હતી.
IPL: ખેલાડીઓના વર્કલોડને લઈને અમે ફ્રેન્ચાઇઝીઓ સાથે વાત કરશું: રવિ શાસ્ત્રી
લિ નિંગ આ પહેલા 2014/15માં પણ આ ભારતીય ખેલાડી સાથે કરાર કર્યો હતો. ત્યારે કરાર 1.25 કરોડ રૂપિયાનો કરવામાં આવ્યો હતો. સિંધુએ ત્યારબાદ 2016માં યોનેક્સ સાથે ત્રણ વર્ષનો કરાર કર્યો હતો.
લિ નિંગે મનુ અત્રિ અને બી સુમીત રેનડ્ડી પુરૂષોના ડબલ્સની જોડી સાથે બે વર્ષ માટે ચાર-ચાર કરોડ રૂપિયાનો કરાર કર્યો છે. કોમનવેલ્થ ગેમ્સના પૂર્વ ચેમ્પિયન પારૂપલ્લી કશ્યપ સાથે કંપનીએ બે વર્ષ માટે 8 કરોડનો કરાર કર્યો છે. ચીનની આ કંપનીએ ભારતીય ઓલમ્પિક સંઘ સાથે પણ બે વર્ષનો કરાર કર્યો છે. આ કરાર મુજબ કંપની 2020 ટોક્યો ઓલમ્પિક માટે ભારતીય ખેલાડીઓ તથા અધિકારીઓને સ્પર્ધા તપા પ્રશિક્ષણ માટે પોશાક અને જોડા ઉપલબ્ધ કરાવશે.