ભારત માટે 16 વનડે મેચ રમનાર આ બેટ્સમેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા
37 વર્ષીય વેણુગોપાલે ભારત માટે વનડેમાં પોતાનું પર્દાપણ જુલાઈ 2005મા દાંબુલામાં શ્રીલંકા વિરુદ્ધ કર્યું હતું અને તે મેચમાં તેણે 38 રન બનાવ્યા હતા.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન તથા આંધ્ર પ્રદેશના પૂર્વ કેપ્ટન વેણુગોપાલ રાવે ક્રિકેટમાંથી નિવૃતીની જાહેરાત કરી છે. વેણુગોપાલ રાવે ભારત માટે 16 વનડે મેચ રમી હતી. 37 વર્ષીય વેણુગોપાલે ભારત માટે વનડેમાં પોતાનું પર્દાપણ જુલાઈ 2005મા દાંબુલામાં શ્રીલંકા વિરુદ્ધ કર્યું હતું અને તે મેચમાં તેણે 38 રન બનાવ્યા હતા. ભારત માટે પોતાની અંતિમ વનડે મેચ 23 મેએ 2006મા રમી હતી અને ત્યારબાદ તેને ભારતીય ટીમ તરફથી રમવાની તક મળી નહતી. ભારત તરફથી 16 વનડે મેચોમાં તેણે 24.22ની એવરેજથી 218 રન બનાવ્યા હતા. વનડેમાં તેનો બેસ્ટ સ્કોર અણનમ 61 રન હતો જે તેણે પાકિસ્તાન વિરુદ્ધ કર્યો હતો.
મધ્યમક્રમના બેટ્સમેન વેણુગોપાલ રાવે 121 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 40.93ની એવરેજથી 7081 રન બનાવ્યા અને તેનો બેસ્ટ સ્કોર અણનમ 228 રન હતો. તો 137 લિસ્ટ એ મેચોમાં તેણે 4110 રન બનાવ્યા હતા અને અણનમ 115 રન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. વેણુગોપાલ આઈપીએલમાં પણ રમ્યો હતો. આઈપીએલની પ્રથમ બે સિઝનમાં તે ડેક્કન ચાર્જર્સની ટીમમાં સામેલ હતો. 2011મા દિલ્હી ડેયરડેવિલ્સે પોતાની ટીમમાં તેને તક આપી હતી. ત્યારબાદ 2014ની સિઝનમાં તેને સનરાઇઝર્સ હૈદરાબાદે 55 લાખમાં પોતાની ટીમમાં સામેલ કર્યો પરંતુ બાદમાં તેને રિલીઝ કરી દેવામાં આવ્યો હતો.
ડોપિંગ મામલામાં ફસાયો પૃથ્વી શો, 8 મહિના માટે BCCIએ કર્યો સસ્પેન્ડ
વેણુગોપાલે 83 ટી20 મેચોમાં 23.55ની એવરેજથી 1390 રન બનાવ્યા હતા. ક્રિકેટના આ સૌથી નાના ફોર્મેટમાં અણનમ 71 રન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું.