ICC ટી20 રેકિંગમાં ભારતીય બોલરોની ધમાલ, સુંદરે લગાવી લાંબી છલાંગ
યુજવેન્દ્ર ચહલ બોલરોના આઈસીસી 20 ખેલાડીઓની રેકિંગમાં 12 સ્થાનના ફાયદાથી બીજા સ્થાને પહોંચી ગયો છે જ્યારે વોશિંગટન સુંદર 31માં નંબરે પહોંચી ગયો છે.
દુબઈઃ યુજવેન્દ્ર ચહલે શ્રીલંકામાં સમાપ્ત થયેલી નિદહાસ ટ્રોફી ત્રિકોણીય શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરતા આઈસીસી બોલિંગ રેકિંગમાં બીજા સ્થાને અને વોશિંગટન સુંદર 31માં સ્થાને પહોંચી ગયો છે. લેગ સ્પિનર ચહલે અત્યાર સુધીના કેરિયરમાં સર્વશ્રેષ્ઠ 706 રેટિંગ પોઇન્ટ છે જ્યારે સ્પિનર સુંદરના 496 પોઇન્ટ છે જેને મેન ઓફ ધ સીરીઝ પસંદ કરવામાં આવ્યો હતો.
ભારતના બંન્ને સ્પિનરોએ શ્રેણીમાં પાંચ-પાંચ મેચ રમી હતી. બંન્નેએ આઠ-આઠ વિકેટ ઝડપી હતી. સુંદરે પાવરપ્લેમાં વધુ બોલિંગ કરી, તેની ઈકોનોમી રેટ 5.70 રહી જ્યારે ચહલની ઈકોનોમી રેટ 6.45 રહી હતી.
નિદહાસ ટ્રોફીમાં સારૂ પ્રદર્શન કરીને બોલરોની યાદીમાં ઉપર આવેલા અન્ય ખેલાડીમાં શ્રીલંકાનો અકિલા ધનંજયા, બાંગ્લાદેશનો રૂબેલ હુસૈન અને ભારતના જયદેવ ઉનડકટ અને શાર્દુલ ઠાકુર રહ્યાં. ટૂર્નામેન્ટના અંતમાં આ તમામે પોતાના કેરિયરની સર્વશ્રેષ્ઠ રેટિંગ હાસિલ કરી.
ઉનડકટ સંયુક્ત 52માં અને ઠાકુરે 76માં ક્રમશઃ 26 અને 85 સ્થાનની છલાંગ લગાવી જેનાથી તેને 435 અને 358 રેટિંગ અંક થઈ ગયા છે. આ રીતે શ્રેણીમાં તમામ ભારતીય બોલરોને રેકિંગમાં ફાયદો થયો.
દિનેશ કાર્તિકને પણ થયો ફાયદો
બેટ્સમેનમાં શિખર ધવન, કુસાલ પરેરા, મનીષ પાંડે, મુશ્ફિકર રહીમ, કુસાલ મેન્ડિસ અને બાંગ્લાદેશ વિરુદ્ધ અંતિમ ઓવરમાં ભારતની જીતનો હીરો દિનેશ કાર્તિક રેકિંગના પોઇન્ટમાં વધારો કરવામાં સફળ રહ્યાં. કાર્તિક ટૂર્નામેન્ટમાં મધ્યમક્રમમાં શાનદાર બેટિંગને કારણે તે 126માં સ્થાનેથી 95માં સ્થાને પહોંચી ગયો છે.
શ્રીલંકા માટે બેટિંગમાં શાનદાર પ્રદર્શન કરનાર કુસાલ પરેરા 20 સ્થાનની છલાંગ સાથે 20માં સ્થાને જ્યારે મેન્ડિસ 27 ક્રમનો લાભ મેળવીને 48માં સ્થાને પહોંચી ગયો છે. પરેરાએ ત્રણ અર્ધસદી સહિત 204 રન અને મેન્ડિયે બે અર્ધસદી સહિત 134 રન બનાવ્યા હતા.
ટીમ ઈન્ડિયા બીજા સ્થાને
ટીમ ઈન્ડિયાન આ સમયે ઓસ્ટ્રેલિયાથી બે અંક પાછળ રહીને બીજા સ્થાને છે. જ્યારે શ્રીલંકા 8માં અને બાંગ્લાદેશ 10માં સ્થાને છે. બેટિંગમાં ભારતનો કોઈ ખેલાડી ટોપ-5માં નથી જ્યારે ટોપ 10માં વિરાટ કોહલી 8માં સ્થાને છે.