ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ આજે કાળી પટ્ટી બાંધીને રમશે, આ છે કારણ
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટ્વીટર પર જેટલીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ચાલી રહેલી એન્ટીગા ટેસ્ટના ત્રીજા દિવસે કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરશે. બીસીસીઆઈના પૂર્વ ઉપાધ્યક્ષ અરૂણ જેટલીનું શનિવારે એમ્સમાં 66 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું હતું. ભારતીય ક્રિકેટરોએ તેના પર શોક વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર દુખ વ્યક્ત કર્યું છે.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે ટેસ્ટ મેચોની સિરીઝની પ્રથમ મેચ એન્ટીગામાં રમાઇ રહી છે. શનિવારે મેચનો ત્રીજો દિવસ છે અને આ દરમિયાન ભારતીય ટીમના ખેલાડી કાળી પટ્ટી બાંધીને જેટલી જી પ્રત્યે પોતાનું દુખ વ્યક્ત કરશે.
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટ્વીટર પર જેટલીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
વિરાટે ટ્વીટર પર લખ્યું, 'અરૂણ જેટલી જીના નિધનના સમાચાર સાંભળીને દુખી છું. તેઓ ખુબ સારા માણસ હતા, હંમેશા બીજાની મદદ માટે તૈયાર રહેતા હતા. વર્ષ 2006મા જ્યારે મારા પિતાનું નિધન થયું હતું ત્યારે તેઓ મારા ઘરે સંવેદના વ્યક્ત કરવા આવ્યા હતા. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.'