નવી દિલ્હી : ભારતીય ક્રિકેટરો હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલને ગુરૂવારે મોટી રાહત મળી. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા પ્રશાસકોની સીમીતી (CoA)એ બંન્ને ખેલાડીઓ પર લાગેલા અંતરિમ સસ્પેંશન તત્કાલ પ્રભાવથી હટાવી દીધું છે. જો કે આ મુદ્દે જોડાયેલી સુનવણી હાલ સુપ્રીમ કોર્ટમાં થવાની છે. કોર્ટમાં બીસીસીઆઇએ આ મુદ્દે સુનવણી 5 ફેબ્રુઆરીના રોજ થવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ નિર્ણય નવા ન્યાયમિત્ર પીએસ નરસિંહાની સલાહમાં કર્યું છે. બીસીસીઆઇએ એક પ્રેસ જાહેરાત ઇશ્યું કરીને કહ્યું કે, ઉપરોક્ત વાતોને નજરમાં રાખતા બંન્ને ખેલાડીઓ પર 11 જાન્યુઆરીથી લાગેલ પ્રતિબંધ તત્કાલ પ્રભાવથી ઉઠાવી લેવામાં આવે છે. આ સાથે જ આરોપો પર ન્યાયીક નિર્ણય લેવા માટે લોકપાલની નિયુક્તિ કરવાનાં મુદ્દે સુનવણી પણ થશે. પંડ્યા અને રાહુલ પર એક ટીવી શોમાં મહિલાઓ પર અભદ્ર ટિપ્પણી કર્યા બાદથી સસ્પેંડ કરી દેવામાં આવ્યા હતા. 

આ બંન્ને ખેલાડીઓને ઓસ્ટ્રેલિયા મુલાકાત વચ્ચેથી જ ભારત પરત મોકલી દેવામાં આવશે. તેમના પર નિર્ણય ન આવે ત્યાં સુધી પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. કાર્યવાહી એટલી કડક હતી કે તેમને પરત ભારત બોલાવવામાં આવ્યા તેની ટીકિટ પણ મોકલવામાં આવી નહોતી. ખેલાડીઓને સ્વખર્ચે પરત ફરવા માટેનાં નિર્દેશ આપવામાં આવ્યા હતા. જો કે બંન્ને ખેલાડીઓ આ મુદ્દે માફી પણ માંગી ચુક્યા છે.