આ કારણસર કાંબલીથી લઈને કોહલી સુધીના ભારતીય ક્રિકેટર્સે સર્જી વિવાદોની વણઝાર
ક્રિકેટનું મેદાન હોય કે પછી રિયલ લાઈફ એક સમયના ભારતના આ સ્ટાર ક્રિકેટર્સ કોઈકને કોઈક કારણોસર વિવાદોમાં સપડાયેલાં રહ્યાં છે. કયા ક્રિકેટ સાથે સપડાયેલો હતો કયો વિવાદ એ જાણીલો.
ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતીયો માટે ક્રિકેટ એક ધર્મ છે અને ક્રિકેટર્સ તેમના ફેન માટે ભગવાન છે. પરંતુ, કેટલાક ક્રિકેટર્સ કેટલીવાર વિવાદમાં સપડાયા હતા. ત્યારે, આજે અમે તમને જણાવીશું કેટલાક એવા વિવાદો જેનું જાહેર જીવનમાં ઘણા ઓછા લોકોને ખબર છે.
1. વિનોદ કાંબલી અને સચિન તેંડૂલકર વચ્ચોનો વિવાદ
વિનોદ કાંબલી એવા પ્લેયર છે જેમનું કરિયર સારૂ નથી રહ્યું જેટલું હોવું જોઈએ. 2009માં એક રિયાલીટી શો દરમ્યાન વિનોદ કાંબલીએ તેંડૂલકર પર આક્ષેપ લગાવ્યો હતો કે, જ્યારે વિનોદ કાંબલીનું કરિયક ફ્લોપ થઈ રહ્યું હતું ત્યારે સચિને તેની મદદ નહોતી કરી. કાંબલીના આ નિવેદનથી ક્રિકેટ ફેન્સ હચમચી ગયા હતા અને બંન્ને મિત્રો વચ્ચે દરાર આવી હતી. પરંતુ, ત્યારબાદ બંન્ને બાળપણના મિત્રોએ પોતાની દોસ્તીને ખાતર વાતને જતી કરી હતી.
2. અમિત મિશ્રા સામે મહિલાએ હુમલાની ફરિયાદ
2015માં ભારતીય રાઈટ આર્મ લેગ બ્રેક બોલરને બેંગ્લોરમાં અરેસ્ટ કરવામાં આવ્યો હતા. એક મહિલાએ અમિત મિશ્રા વિરૂદ્ધ હુમલાની ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, મિશ્રાએ તેને હોટલના રૂમમાં મારી હતી. પરંતુ, થોડા દિવસો બાદ મહિલાએ પોતાની ફરિયાદ પાછી ખેંચી હતી અને મિશ્રા સામેનો કેસ બરતરફ કરવામાં આવ્યો હતો.
3. એસ. શ્રીસંતનું 2013 IPLમાં સ્પોટ ફિક્સિંગનું પ્રકરણ
શ્રીસંતનું કરિયર કાયમ જ વિવાદીત રહ્યું છે. તે પછી હરભજન સાથે ગેરવર્તણુંક બાદ થપ્પડ કાંડ હોઈ કે પછી 2007ના ટી-20 વર્લડ કપ સેમી ફાઈનલમાં મેથયું હૈઈડનની વિકેટ લીધા બાદ તેનું સેલિબ્રેશન. શ્રીસંથન ત્યારે કોન્ટ્રવર્સીમાં આવ્યો જ્યારે તેના વિરીદ્ધ IPLની 6 સિઝનમાં સ્પોટ ફિક્સિંગનું કલંક લાગ્યું હતું. શ્રીસંથ સાથે 2 બીજ પ્લેયર્સ અને 11 બુકીઓની દિલ્લી પોલીસે સ્પોટ ફિક્સિંગ માટે ધરપકડ કરી હતી અને ત્યારબાદ તેના પર આજીવન બેન લગાવવામાં આવ્યો હતો. શ્રીસંથને કોર્ટ નિર્દોષ જાહેર કર્યો હતો અને ત્યારબાદ થોડા દિવસ અગાઉ જ શ્રીસંથને કેરેલા ડોમેસ્ટિક ટીમમાં જગ્યા મળી હતી.
4. મેચ ફિક્સિંગના કારણે મોહમ્મદ અઝરૂદ્દીનના કરિયરનો આવ્યો અંત
એક શ્રેષ્ઠ ભારતીય કેપ્ટન અને એક ભવ્ય ખેલાડી, અઝરૂદ્દીન (ઉર્ફે અઝર) એક વિવાદમાં પડ્યો, જેણે તેની કારકિર્દીનો અંત લાવ્યો. આ બધું 2000માં શરૂ થયું હતું જ્યારે દક્ષિણ આફ્રિકાના સુકાની હંસી ક્રોંજેએ જણાવ્યું હતું કે અઝરે તેનો પરિચય ભારતીય બુકી સાથે કરાવ્યો હતો. આનાથી અઝર સહિત ઘણા ભારતીય ક્રિકેટરો પર CBIએ શિકંજો કસ્યો હતો. CBIએ જણાવ્યું હતું કે, અઝરે ત્રણ વનડે મેચ ફિક્સ કરવાની કબૂલાત કરી હતી અને પરિણામે BCCIએ અઝર પર આજીવન માટે પ્રતિબંધ મૂક્યો હતો. ફિક્સિંગમાં અઝહરની સંડોવણીનો કેસ ચાલુ રહ્યો અને 2012માં કેસ એક તારણ પર પહોંચ્યો. 2012માં આંધ્ર હાઈકોર્ટે ભારતીય ક્રિકેટર પરનો પ્રતિબંધ હટાવ્યો હતો.
5. સૌરવ ગાંગુલી અને ગ્રેગ ચેપલ વચ્ચેનો વિવાદ
આ વિશેષ વિવાદથી ભારતીય ક્રિકેટ જગતમાં હચમતી ઉઠ્યું હતું. આ વિવાદની શરૂઆત 2005માં થઈ હતી. જ્યારે, ભારતીય કોચ તરીકે ગ્રેગ ચેપલની નિમણૂક થઈ હતી. ગાંગુલી પોતે પણ ગ્રેગની કોચ તરીકેની પસંદગીમાં સક્રિય રીતે સામેલ હતો. ગ્રેગનું માનવું હતું કે ગાંગુલીએ કેપ્ટનશીપને બદલે ફરીથી ફોર્મમાં આવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને તેમને કેપ્ટનશિપ પદ છોડવાનું કહ્યું હતું. ત્યારે ગ્રેગ ચેપલે સૌરવ ગાંગુલીના ‘નબળા ફોર્મ’ ની સમજૂતીથી ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. આ સમય દરમ્યાન ભારતીય ટીમ 2 ફાંટામાં વેચાઈ ગઈ હતી. જેમાં અમુક ખેલાડી ગાંગુલી તરફી હતા ત્યારે અમુક ખેલાડી ચેપલના સમર્થનમાં હતા. ત્યારબાદના મહિનાઓમાં, ઘણા ભારતીય ક્રિકેટરો ચેપલની ખરાબ વર્તન અને નબળી વ્યૂહરચના સામે પ્રશ્નો ઉભા કર્યા હતા. છેવટે 2007માં ચેપલે રાજીનામું આપ્યું.
6. ગૌતમ ગંભીર અને શાહીદ આફ્રિદી વચ્ચે માથાકૂટ
ગૌતમ ગંભીર પોતાના ક્રિકેટિંગ કરિયરમાં એક ગરમ મીજાજ ખેલાડી તરીકે ઓળખાણ બનાવી હતી. 2007માં કાનપુરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દરમ્યાન પાકિસ્તાની ઓલરાઉન્ડર શાહીદ આફ્રિદી સાથે રન લેતા વખતે ટકરાયા હતા. ત્યારે બનંને વચ્ચે ગરમા ગરમી થઈ હતી. જેના કારણે આ મેચ યાદ રહી ગઈ હતી. આ મેચ બાદ બંન્ને પ્લેયર્સની મેચ ફી કાપવામાં આવી હતી.
7. વિરાટ કોહલીની પ્રેક્ષકો સાથે ગેરવર્તણુંક
2012માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચમાં કોહલીને ઓસ્ટ્રલિયન ફેન્સે બાઉન્ડરી લાઈન પર ફિલ્ડીંગ ભરતી વખતે હેરાન કરવામાં આવ્યો હતો. જેના પગલે કોહલીએ ચિડાઈને ઓસ્ટ્રેલિયન પ્રેક્ષકોને અભદ્ર ઈશારો કર્યો હતો. જેના લીધે કોહલીએ પોતાની મેચ ફીમાંથી 50 ટકા કટ થયા હતા.
8. મહેન્દ્રસિંહ ધોની સામે ક્રિમીનલ કેસ
જી હા, કેપ્ટન કૂલ તરીકે ઓળખાતા ધોની પણ આ લિસ્ટમાંથી બાકાત નથી. 2015માં બેંગ્લોરમાં એક શખ્સે ધોની વિરૂદ્ધ ક્રિમીનલ કેસ કર્યો હતો. જેમાં શખ્સે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ધોનીએ એક એડર્વટાઈઝમેન્ટમાં ભગવાન વિષ્ણુંનો મઝાક ઉડાવ્યો હતો. જેના કારણે હિન્દુઓની લાગણી દૂભાઈ હતી. પરંતુ, 2016માં સુપ્રિમ કોર્ટે આ કેસન બરતરફ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube