સચિનની પત્નીનું છે બ્રિટિશ કનેક્શન, આ ક્રિકેટર્સે પણ કર્યા વિદેશી મહિલાઓ સાથે લગ્ન
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી જેટલા મેદાનમાં તેમની રમત માટે જાણીતા છે એટલા જ તેઓ તેમની પર્સનલ લાઇફને લઇ પણ ચર્ચામાં રહે છે. ટીમ ઇન્ડિયા (Team India)ના કેટલાક એવા ખેલાડી છે જેમણે વિદેશી છોકરીઓ સાથે લગ્ન કર્યા છે. જો કે, તેમાંથી કેટલાક ખેલાડીઓની પત્નીઓનો સીધો સંબંધ વિદેશથી નથી પરંતુ કોઇને કોઇ રીતે તેમનો સંબંધ વિદેશ સાથે જરૂર છે. આ કારણે આજની આ સ્ટોરીમાં અમે તમને ટીમ ઇન્ડિયાના તે ખેલાડીઓ વિશે જણાવી રહ્યાં છે જેમણે વિદેશી છોકરીઓ સાથે લગ્ન કર્યા છે.
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી જેટલા મેદાનમાં તેમની રમત માટે જાણીતા છે એટલા જ તેઓ તેમની પર્સનલ લાઇફને લઇ પણ ચર્ચામાં રહે છે. ટીમ ઇન્ડિયા (Team India)ના કેટલાક એવા ખેલાડી છે જેમણે વિદેશી છોકરીઓ સાથે લગ્ન કર્યા છે. જો કે, તેમાંથી કેટલાક ખેલાડીઓની પત્નીઓનો સીધો સંબંધ વિદેશથી નથી પરંતુ કોઇને કોઇ રીતે તેમનો સંબંધ વિદેશ સાથે જરૂર છે. આ કારણે આજની આ સ્ટોરીમાં અમે તમને ટીમ ઇન્ડિયાના તે ખેલાડીઓ વિશે જણાવી રહ્યાં છે જેમણે વિદેશી છોકરીઓ સાથે લગ્ન કર્યા છે.
આ પણ વાંચો:- ધોનીનો ફરી જોવા મળ્યો એકદમ અલગ અંદાજ, ખેતીકામ કરતા 'માહી'નો જુઓ VIDEO
1. યુવરાજ સિંહ
આ લિસ્ટમાં સૌથી પહેલું નામ આવે છે તો ટીમ ઇન્ડિયાના શાનદરા બેટ્સમેન યુવરાજ સિંહ કે જેણે વર્ષ 2016માં બ્રિટિશ મૂળની હેઝલ કીચની સાથે લગ્ન કર્યા. હેઝલ કીચે બોલિવુડની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. હેઝલે બોલિવુડના દબંગ સલમાન ખાનની ફિલ્મ બોડીગાર્ડમાં એક મહત્વની ભૂમિકા અદા કરી છે.
આ પણ વાંચો:- PAK ટીમ રવિવારે પહોંચશે ઈંગ્લેન્ડ, પ્રવાસ પહેલા ફરી થશે કોરોના ટેસ્ટ
2. સચિન તેંડુલકર
આ નામને જાણી તમે પણ હેરાન થઈ જશો. આ તો આપણે બધા જાણીએ છે કે સચિન તેંડુલકરે વર્ષ 1995માં તેમનાથી 6 વર્ષ મોટી અંજલિ મહેતા સાથે લવ મેરેજ કર્યા હતા. જો કે, માસ્ટર બ્લાસ્ટરની પત્ની અંજલિ વિદેશી તો નથી પરંતુ તેમની માતા બ્રિટિશ મૂળની છે. 24 મે એટલે કે, આ વર્ષે સચિન અને અંજલિએ તેમના લગ્નની સિલ્વર જ્યુબિલી સેલિબ્રેટ કરી છે.
આ પણ વાંચો:- 16 વર્ષની ઉંમરમાં પણ સચીન તેંડુલકરથી નહતો ડર આ બોલરને, જાતે કર્યો ખુલાસો
3. શિખર ધવન
ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર બેસ્ટમેન જેને લોકો ગબ્બરના નામથી પણ બોલાવે છે. હવે તો તેમે સમજી ગયા હશો કે, અમે શિખર ધવનની વાત કરી રહ્યાં છીએ. શિખરે વર્ષ 2012માં આયેશા મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. આયેશા ઘણી જ સુંદર દેખાય છે. એટલું જ નહીં ફેન્સ તેની સુંદરતા અને ફિટનેસની સરખામણી બોલિવુડ એક્ટ્રેસ જૈકલીન ફર્નાન્ડિસ સાથે કરે છે. આમ તો આ વાતની જાણકારી ઘણા ઓછા લોકોને હશે કે, આયેશા મુખર્જી પાસે ઓસ્ટ્રેલિયાની નાગરિકતા છે.
આ પણ વાંચો:- ભાઇની સાથે વડોદરા પહોંચ્યા ક્રિકેટર હાર્દિક પંડ્યા, U-19 ખેલાડીઓ સાથે કરી મુલાકાત
4. ઇરફાન પઠાન
ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાને વર્ષ 2016માં સફા બેગ સાથે લગ્ન કર્યા હતા. આમ તો સફાના પિતા મિર્ઝા ફારૂખ બેગ મૂળ રૂપથી ભારતના જ રહેવાસી છે. પરંતુ બાદમાં હૈદરાબાદના રહેવાસી ફારૂખ બેગ તેમના પરિવાર સાથે જેદ્દામાં સ્થાયી થયા હતા. એટલા માટે સફાને જેદ્દાની નાગરિકાત પ્રાપ્ત છે. ઇરફાન પઠાન સાથે લગ્ન કર્યા પહેલા સફા મોડલિંગની સાથે સાથે એક પીઆર ફર્મમાં કામ કરતી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube