ધોનીનો ફરી જોવા મળ્યો એકદમ અલગ અંદાજ, ખેતીકામ કરતા 'માહી'નો જુઓ VIDEO 

કોરોના વાયરસને લઈને અનેક પ્રકારની ગતિવિધિઓ પર હજુ પણ રોક છે. આ જ કારણે મહેન્દ્રસિંહ ધોની છેલ્લા કેટલાક મહિનાથી સતત રાંચીમાં છે. ધોની ક્યારેક બાઈક ચલાવતો જોવા મળે છે તો ક્યારેક ક્રિકેટ રમતો જોવા મળે છે. આ બાજુ હવે ધોની એકદમ નવા અંદાજમાં જોવા મળી રહ્યો છે. 

Updated By: Jun 28, 2020, 12:27 PM IST
ધોનીનો ફરી જોવા મળ્યો એકદમ અલગ અંદાજ, ખેતીકામ કરતા 'માહી'નો જુઓ VIDEO 

રાંચી: કોરોના વાયરસને લઈને અનેક પ્રકારની ગતિવિધિઓ પર હજુ પણ રોક છે. આ જ કારણે મહેન્દ્રસિંહ ધોની છેલ્લા કેટલાક મહિનાથી સતત રાંચીમાં છે. ધોની ક્યારેક બાઈક ચલાવતો જોવા મળે છે તો ક્યારેક ક્રિકેટ રમતો જોવા મળે છે. આ બાજુ હવે ધોની એકદમ નવા અંદાજમાં જોવા મળી રહ્યો છે. 

ધોની રેલવેની નોકરી, ક્રિકેટર, સેનામાં આધિકારી બાદ હવે ખેડૂત બની ગયો છે. ધોનીએ ટ્રેક્ટર ખરીદ્યુ છે અને પોતાના ફાર્મ હાઉસ પર ઓર્ગેનિક ખેતી શરૂ કરી છે. શનિવારે આખો દિવસ તેણે પોતે ટ્રેક્ટર ચલાવ્યું. ત્યારબાદ બીજ પણ પોતે જ નાખ્યાં. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Exclusive Video Of Mahi Bhaiya Enjoying Doing Organic Farming !! ❤

A post shared by MS Dhoni Fans Club (@dhoni.bhakt) on

ધોનીએ મહેન્દ્રા સ્વરાજ 963 એફઈ ટ્રેક્ટર ખરીદ્યુ છે. ધોની હાલના દિવસોમાં ખેતીકામને ખુબ માણી રહ્યો છે. ધોનાના ફેન્સે એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તે ખેતી કરી રહ્યો છે. ધોની આ દરમિયાન એકદમ અલગ લૂકમાં જોવા મળે છે. થોડા સમય પહેલા ધોની પપૈયા અને તરબૂચની ખેતી કરતો જોવા મળ્યો હતો.