નવી દિલ્હીઃ ભારતીય ફાસ્ટ બોલર એસ શ્રીસંતનો 7 વર્ષનો પ્રતિબંધ રવિવારે સમાપ્ત થઈ ગયો છે. શ્રીસંત પર સ્પોટ ફિક્સિંગના આરોપના મામલામાં આજીવન પ્રતિબંધ લગાવવામાં આવ્યો, પરંતુ બાદમાં સુપ્રીમ કોર્ટે તેને ઘટાડીને સાત વર્ષ કરી દીધો હતો. 37 વર્ષનો ફાસ્ટ બોલર શ્રીસંત તે સ્પષ્ટ કરી ચુક્યો છે કે પ્રતિબંધ બાદ તે ઘરેલૂ ક્રિકેટમાં રમશે, તો તેની હોમ ટીમ કેરલ તરફથી પણ કે કહેવામાં આવી ચુક્યું છે કે તે પોતાની ફિટનેસ સાબિત કરી દેશે તો તેને ટીમમાં સામેલ કરવા પર વિચાર કરવામાં આવશે. તો પ્રતિબંધ પૂરો થયા બાદ શ્રીસંતે કહ્યુ કે હવે હું આઝાદ છું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રતિબંધ પૂરો થતા પહેલા શુક્રવારે શ્રીસંતે ટ્વીટ કરીને લખ્યુ હતુ કે, 'હું દરેક પ્રકારના ચાર્જથી સંપૂર્ણ રીતે ફ્રી થઈ જઈશ અને આ રમતનું પ્રતિનિધિત્વ ફરી કરીશ જેને હું સૌથી વધુ પસંદ કરુ છું. હું દરેક બોલ પર મારૂ બેસ્ટ આપવાનો પ્રયાસ કરીશ. તેણે આગળ લખ્યું કે, હું આ રમતને 5-7 વર્ષ વધુ આપી શકુ છું અને જે પણ ટીમ તરફથી રમીશ પોતાનું સર્વશ્રેષ્ઠ આપીશ.' તમને જણાવી દઈએ કે શ્રીસંત પર 2013 આઈપીએલ સીઝન દરમિયાન ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો અને ત્યારબાદ આજીવન પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. વર્ષ 2013મા શ્રીસંત સિવાય અજીત ચંડીલા અને અંકિત ચૌહાન પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. 


IPL 2020: શું વોર્નર અપાવશે હૈદરાબાદને બીજીવાર ટ્રોફી? જાણો ટીમની તાકાત અને નબળાઇ  


ત્યારબાદ સુપ્રીમ કોર્ટે પાછલા વર્ષે 15 માર્ચે બીસીસીઆઈની અનુશાસન કમિટીના આદેશને રદ્દ કરી દીધો હતો અને બોર્ડને સજાનો સમય ઘટાડવા પર વિચાર કરવાનું કહ્યું હતું. શ્રીસંતે ભારત માટે 27 ટેસ્ટ, 53 વનડે અને 10 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેણ 87, વનડેમાં75 જ્યારે ટી20મા 7 વિકેટ ઝડપી છે. શ્રીસંત આક્રમક બોલિંગ કરીતે જાણીતો હતો અને તેનો સેલીબ્રેશનનો અંદાજ પણ અલગ હતો. 


શ્રીસંત હવે ડોમેસ્ટિક ક્રિકેટ દ્વારા મેદાન પર વાપસી કરી શકે છે, પરંતુ આ સમયે કોવિડ-19ને કારણે ઘરેલૂ ક્રિકેટ બંધ છે અને તેવામાં તેણે વાપસી કરવા માટે રાહ જોવી પડશે. હવે જોવાનું રહેશે કે કેરલની ટીમ તેને તક આપે છે કે નહીં. 


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર