FIH Hockey World Cup 2023: ભારતે વેલ્સને 4-2થી હરાવ્યું, વિશ્વકપમાં મેળવી બીજી જીત
IND vs WLA: હોકી વિશ્વકપ 2023માં ટીમ ઈન્ડિયાએ વેલ્સને હરાવી દીધુ છે. ભારતીય ટીમની આ વિશ્વકપમાં બીજી જીત છે. હવે ભારતે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે ક્રોસઓવર મુકાબલો રમવો પડશે.
ભુવનેશ્વરઃ FIH Hockey World Cup 2023, India vs Wales: હોકી વિશ્વકપમાં ટીમ ઈન્ડિયાએ કમાલ કરતા વેલ્સને 4-2 હરાવ્યું છે. ભારતીય ટીમે આ મુકાબલાના પહેલા હાફમાં મોટી લીડ બનાવી વેલ્સની ટીમ પર પ્રેશર બનાવી દીધુ હતું. ટીમ ઈન્ડિયા માટે શમશેર સિંહે પહેલો ગોલ મેચમાં 21મી મિનિટમાં કર્યો. ત્યારબાદ મેચમાં આકાશદીપ સિંહે કમાલ કર્યો અને 32મી અને 45મી મિનિટમાં ભારત માટે શાનદાર ગોલ કર્યા હતા.
હાફ ટાઇમમાં ભારતે બનાવી લીધી હતી લીડ
ભારતીય ટીમે આજે પોતાના ત્રીજા મુકાબલામાં વેલ્સ વિરુદ્ધ હાફ ટાઇમમાં લીડ બનાવી લીધી હતી. ભારત તરફથી શમશેર સિંહે 21મી મિનિટમાં શાનદાર રમત રમી અને પેનલ્ટી કોર્નર પર શાનદાર ગોલ કર્યો. શમશેર સિંહે પેનલ્ટી કોર્નરમાં ફાસ્ટ શોટ માર્યો જેને રોકવામાં વેલ્સનો ગોલકીપર નિષ્ફળ રહ્યો.
આ પણ વાંચોઃ ન્યૂઝીલેન્ડ સામે બીજી વનડે પહેલા આવ્યા મોટા સમાચાર, રોહિત શર્માની કેપ્ટનશિપ જશે!
તો હાફ ટાઇમ બાદ ભારતનો બીજો ગોલ મેચની 32મી મિનિટમાં આવ્યો. ટીમ માટે બીજો ગોલ આકાશદીપ સિંહે કર્યો. ત્યારબાદ આકાશદીપે શાનદાર પ્રદર્શન કરતા મેચની 45મી મિનિટમાં વધુ એક ગોલ કર્યો હતો. તો ટીમની જીત મેચમાં 59મી મિનિટે હરમનપ્રીત સિંહે પાક્કી કરી દીધી. તેણે પેનલ્ટી દ્વારા ભારત માટે ચોથો અને પોતાનો પહેલો ગોલ કર્યો હતો.
આ પણ વાંચોઃ આ દેશમાં દીકરીનો જન્મ ન થવો જોઈએ, ફરી ભાવુક થઈ વિનેશ ફોગાટ, PM પાસે માંગ્યો ન્યાય
ક્વાર્ટર ફાઇનલ માટે રમવો પડશે ક્રોસઓવર મુકાબલો
વેલ્સ વિરુદ્ધ મેચ જીતવા છતાં ટીમ ઈન્ડિયા સીધી રીતે વિશ્વકપના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી નથી. ભારતે ક્વાર્ટર ફાઇનલમાં સીધી એન્ટ્રી માટે વેસ્સને 8-0થી પરાજય આપવાનો હતો પરંતુ ટીમ ઈન્ડિયા મોટી જીત મેળવી શકી નહીં. હકીકતમાં ગ્રુપમાં ટોપ પર રહેનારી ટીમને સીધી ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા મળે છે. ભારતના પૂલ ડીમાં ઈંગ્લેન્ડ 2 જીત અને 1 ડ્રોની સાથે પહેલા સ્થાન પર છે. હવે ભારતે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે ક્રોસઓવર મુકાબલો રમવો પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube