IND vs NZ: ભારત-ન્યૂઝીલેન્ડ સિરીઝની બીજી વનડે પહેલા આવ્યા મોટા સમાચાર, રોહિત શર્માની કેપ્ટનશિપ જશે!

Rohit Sharma Captaincy: ભારતીય ટીમના આક્રમક ઓપનર અને કેપ્ટન રોહિતની આગેવાનીમાં ભારતે શ્રીલંકાને 3-0થી પરાજય આપ્યો હતો. ત્યારબાદ ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ વનડેમાં પણ ભારતને જીત મળી હતી. હવે રોહિતની આગેવાની સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. 
 

IND vs NZ: ભારત-ન્યૂઝીલેન્ડ સિરીઝની બીજી વનડે પહેલા આવ્યા મોટા સમાચાર, રોહિત શર્માની કેપ્ટનશિપ જશે!

નવી દિલ્હીઃ Indian Cricket Team Captain, ODI World Cup 2023: ભારતીય ક્રિકેટ ટીમ વર્તમાનમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વનડે સિરીઝ રમી રહી છે. ટીમની કમાન ધુરંધર ઓપનર રોહિત શર્માની પાસે છે અને તે શાનદાર અંદાજમાં ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. તેણે શ્રીલંકા વિરુદ્ધ પોતાની આગેવાનીમાં ભારતને 3-0થી જીત અપાવી હતી. હવે ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ વનડેમાં 12 રને જીત મેળવી ભારતે સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. સિરીઝનો બીજો મુકાબલો 21 જાન્યુઆરીએ રમાશે. આ પહેલા રોહિતની આગેવાની સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. 

વનડે વિશ્વકપ સુધી રોહિત રહેશે કેપ્ટન?
એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રોહિત શર્માની આગામી આઈસીસી વનડે વિશ્વકપ-2023 સુધી ટીમની કમાન સંભાળશે. ભારતે આ વર્ષના અંતમાં ઘરઆંગણે વનડે વિશ્વકપ રમવાનો છે. રોહિત આ વૈશ્વિક ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળશે. આ ટૂર્નામેન્ટની સાથે રોહિત શર્માનો ભારતના વનડે કેપ્ટનના રૂપમાં કાર્યકાળ સમાપ્ત થઈ જશે. નવનિયુક્ત વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા આગામી વર્ષે રમાનાર ટી20 વિશ્વકપ  (T20 World Cup-2024)સુધી ભારતની સીમિત ઓવરોની કમાન સંભાળશે. 

હાર્દિકને મળશે જવાબદારી!
બીસીસીઆઈ સૂત્રોના હવાલાથી ઇનસાઇડ સ્પોર્ટના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રોહિત શર્મા આ વર્ષના અંત સુધી વનડે ટીમની કમાન સંભાળશે. બીસીસીઆઈને આશા છે કે રોહિત ટેસ્ટમાં આગેવાની કરતો રહેશે. પરંતુ તેના ટેસ્ટની આગેવાની અને ભવિષ્ય પર નિર્ણય વનડે વિશ્વકપ બાદ લેવામાં આવશે. આ વચ્ચે કેએલ રાહુલ ટેસ્ટ આગેવાનની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યો છે. 

BCCI અધિકારીએ કહી આ વાત
બીસીસીઆઈ અધિકારીએ આ રિપોર્ટમાં કહ્યું- અત્યારે રોહિત વનડે વિશ્વકપ સુધી ભારતનું નેતૃત્વ કરશે. અમારે આગળ શું કરવું છે, તે વિશે યોજના બનાવવી જોઈએ. આગામી કેપ્ટન કોણ હશે. તો વિશે રાહ ન જોઈ શકીએ. હું આ વાત પર ત્યારે કોઈ પ્રતિક્રિયા આપી શકુ છું. જો રોહિત 2023 વિશ્વકપ બાદ વનડે ફોર્મેટ કે કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય કરશે તો અમારે એક યોજના બનાવવાની જરૂર છે. તેમણે આગળ કહ્યું- હાર્દિક કેપ્ટનશિપમાં સારૂ કરી રહ્યો છે. તે યુવા છે અને આગળ સુધાર થશે. અત્યારે રોબિત બાદ જોવામાં આવે તો તેનાથી સારો વિકલ્પ કોઈ નથી. તેને સપોર્ટ કરવો જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news