નવી દિલ્હીઃ ભારતની 4x400 મીટર મિશ્રિત રિલે ટીમનો 2018 એશિયન ગેમ્સનો સિલ્વર મેડલ હવે ગોલ્ડ મેડલમાં બદલી ગયો છે. બહરીનની વિજેતા ટીમના તેના એક સભ્યને ડોપિંગ પ્રતિબંધિત થવાને કારણે અયોગ્ય જાહેર કરી દીધો છે. બહરીને  4x400 મિશ્રિત રિલે ફાઇનલમાં પ્રથમ સ્થાન હાસિલ કર્યું હતું, પરંતુ તેનો ખેલાડી કેમી એડેકોયાને એથલેટિક્સ ઇન્ટીગ્રીટી યૂનિટ (એઆઈયૂ) ડોપ ટેસ્ટમાં ફેલ થયા બાદ ચાર વર્ષ માટ પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સિવાય એઆઈયૂના એડેકોયાના પરિણામોને હટાવ્યા બાદ અનુ રાઘવનનું મહિલા 400 મીટર વિઘ્ન દોડ સ્પર્ધામાં ચોથુ સ્થાન પણ અપગ્રેડ કરી દેવામાં આવ્યું, તેને બ્રોન્ઝ મેડલ મળી ગયો. એડેકોયાએ આ રેસ જીતી હતી. 


મોહમ્મદ અનસ, એમઆર પૂવમ્મા, હિમા દાસ અને અરોકિયા રાજીવની ભારતીય ચોકડીએ 3:15:71 નો સમય લીધો હતો અને બહરીન (3:11:89)થી પાછળ રહી હતી. અનુ રાઘવન જકાર્તામાં થયેલી અંતિમ રેસમાં 56.92 મિનિટના સમય સાથે ચોથા સ્થાન પર રહી હતી. 


નિર્ણાયક ટેસ્ટમાં ઉતરશે એન્ડરસન-બ્રોડ-આર્ચર? દાવ પર સિરીઝ


ભારતીય એથલેટિક્સ એસોસિએશન (એએફઆઈ)ના અધ્યક્ષ આદિલ સુમરિવાલાએ કહ્યુ કે, એએફઆઈ વિશ્વ એથલેટિક્સ વેબસાઇટની રેન્કિંગમાં આ ફેરફાર જોઈને ખુશ છે. તેમણે કહ્યુ, વધારાના મેડલથી આપણા કુલ મેડલોની સંખ્યા 20 થઈ ગઈ છે, જેમાં આઠ ગોલ્ડ અને નવ સિલ્વર મેડલ છે. 


તેમણે કહ્યુ, આ સમાચાર અમારા માટે શાનદાર છે કારણ કે અમે એશિયન રમતોના પ્રદર્શનથી આગામી વર્ષે ટોક્યોમાં ઓલિમ્પિક ગેમ્સમાં વિશ્વ સ્તર પર પોતાની છાપ છોડવાનું લક્ષ્ય બનાવ્યું છે. તેમણે કહ્યું, 4x400 મીટર રિલે ટીમ ખુબ ખુશ છે કારણ કે તેની પાસે જકાર્તાથી હવે બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ થઈ ગયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર