નવી દિલ્હીઃ ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)ની કાર્યકારી પરિષદ સપ્ટેમ્બરમાં બેઠક કરીને તે નિર્ણય લેશે કે તેણે 2022 રાષ્ટ્રમંડળ ગેમ્સ (Commonwealth Games)મા ભાગ લેવો છે કે નહીં. ઈંગ્લેન્ડના બર્મિંઘમમાં રમાનારી રાષ્ટ્રમંડળ ગેમ્સમાંથી શૂટિંગને હટાવવાને કારણે આઈઓએએ કહ્યું હતું કે, તે આ રમતમાં ભાગ લેશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈઓએના મહાસચિવ રાજીવ મેહતાએ કહ્યું, 'ઘણા ખેલાડીઓએ કહ્યું કે, આ રમતમાં રમવું તેનો અધિકાર છે અને અમે તેના પર ધ્યાન આપ્યું છે. કાર્યકારી પરિષદ આગામી મહિને બેઠક કરશે અને આ મુદ્દા પર નિર્ણય લેશે.'


રમતનો બહિષ્કાર કરવાના મુદ્દા પર આઈઓએએ રમત મંત્રાલય પાસે પણ તેનું મંતવ્ય માગ્યું છે. 


આ પહેલા ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા શૂટર અભિનવ બિંદ્રા અને રેસલર સાક્ષી મલિક જેવા ઘણા ખેલાડીઓએ કહ્યું હતું કે કોમનવેલ્થ ગેમ્સનો બહિષ્કાર કરવાનો કોઈ વિકલ્પ નથી. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર