3 ભારતીયો માટે T20 World Cup જીતવાની છેલ્લી તક! જો ન જીત્યા તો....
ભારતીય ટીમમાં રોહિત શર્માને છોડી દેવામાં આવે તો એકપણ ખેલાડી એવો નથી, જે ટી20 વિશ્વકપ જીતનારી ટીમનો સભ્ય રહ્યો હોય. ભારતે પ્રથમવાર 2007માં ટી20 વિશ્વકપ જીત્યો હતો. ત્યારબાદ ટીમ ઈન્ડિયા ક્યારેય આ ટ્રોફી જીતી શકી નથી.
નવી દિલ્હીઃ આઈસીસી ટી20 વિશ્વકપની દરેક એડિશનમાં ટીમ ઈન્ડિયા જીતની દાવેદાર હોય છે. પરંતુ ટીમ ઈન્ડિયા માત્ર 2007માં આ ટૂર્નામેન્ટ જીતી શકી છે. પરંતુ આ વાતને વર્ષો વીતી ગયા છે. હાલની ભારતીય ટીમમાં એકમાત્ર રોહિત શર્મા એવો ખેલાડી છે, જે ટી20 વિશ્વકપ જીતનારી ટીમનો સભ્ય રહ્યો હોય. વર્તમાન ટીમમાં ઘણા ખેલાડી એવા છે જે 35 વર્ષના થઈ ગયા છે અને જો ટીમ આ વખતે ન જીતે તો તેનું કરિયર ટ્રોફી વગર સમાપ્ત થઈ શકે છે.
વિરાટ કોહલી
વિરાટ કોહલીને તેના ફેન્સ કિંગ કોહલી કહે છે. ટી20 વિશ્વકપમાં સૌથી વધુ રન (1141) થી લઈને ઘણા એવા રેકોર્ડ છે, જેમાં વિરાટ અવ્વલ છે. 35 વર્ષીય આ ભારતીય સ્ટારના માથા પર ટી20 વિશ્વકપનો તાજ નથી. વર્ષ 2024 બાદ આગામી ટી20 વિશ્વકપ 2026માં રમાવાનો છે, ત્યારે કોહલી 37 વર્ષનો થઈ ગયો હશે. ટી20 ક્રિકેટમાં જે પ્રકારની ફિટનેસ જોઈએ, તેમાં હંમેશા યુવાનોને પ્રાથમિકતા આપવામાં આવે છે. તેવામાં કોહલીને 2026ની ભારતીય ટી20 ટીમમાં તક મળશે, તે આજે કહી શકાય નહીં. કોહલી 2011માં વનડે વિશ્વકપ જીતનારી ટીમનો સભ્ય રહ્યો છે.
આ પણ વાંચોઃ T20 world cup 2024 માં ટીમ ઈન્ડિયાની સ્ક્વોડ, શેડ્યૂલ, ટાઇમિગ અને વેન્યૂ, જાણો
રવીન્દ્ર જાડેજાના નામે વિશ્વકપ ટ્રોફી નથી
વિરાટ કોહલીની જેમ રવીન્દ્ર જાડેજા પણ 35 વર્ષનો થઈ ગયો છે. વિરાટ તો વનડે વિશ્વકપ જીતી ચૂક્યો છે, પરંતુ જાડેજાના નામે કોઈ ફોર્મેટનો વિશ્વકપ નથી. જાડેજાની ફિટનેસ તો શાનદાર છે. પરંતુ આગામી ટી20 વિશ્વકપમાં જાડેજા જોવા મળે તેના પર સૌથી મોટો સવાલ છે. તેવામાં જાડેજા પાસે આ ટી20 વિશ્વકપ જીતવાની છેલ્લી તક છે.
ચહલ માટે પણ આ છેલ્લી તક
યુઝવેન્દ્ર ચહલની સ્થિતિ કોહલી અને જાડેજાના મુકાબલે સારી છે. કોહલી-જાડેજા ભલે ક્યારેય ટી20 વિશ્વકપ જીતી ન શક્યા હોય પરંતુ તે આ ટૂર્નામેન્ટમાં રમી ચૂક્યા છે. બીજીતરફ યુઝવેન્દ્ર ચહલ 2024માં પોતાનો પ્રથમ ટી20 વિશ્વકપ રમશે અને તેનો છેલ્લો વિશ્વકપ હોઈ શકે છે. યુઝી 33 વર્ષનો થઈ ગયો છે. ભારતીય ટીમમાં સ્પિનરો વચ્ચે જોરદાર સ્પર્ધા રહે છે. યુઝી 2022ના ટી20 વિશ્વકપમાં ટીમનો સભ્ય હતો, પરંતુ તેને મેચ રમવાની તક મળી નહીં. તેવામાં ચહલ પાસે વિશ્વ ટી20 ચેમ્પિયન બનવાની છેલ્લી તક છે.