T20 world cup 2024 માં ટીમ ઈન્ડિયાની સ્ક્વોડ, શેડ્યૂલ, ટાઇમિગ અને વેન્યૂ, એક ક્લિકમાં જાણો દરેક માહિતી

ICC Men's T20 World Cup 2024: રોહિત શર્માની આગેવાનીમાં 2007માં રમાયેલ ઓપનિંગ એડિશનની વિજેતા ભારત 5 જૂને આયર્લેન્ડ વિરુદ્ધ પોતાના ગ્રુપ સ્ટેજ અભિયાનની શરૂઆત કરશે. ભારત ગ્રુપ-એ સ્ટેજમાં ભલે ગમે તે પોઝિશન પર ફિનિશ કરે, પરંતુ સુપર-8માં તેને એ1 ક્લબમાં રાખવામાં આવશે.

T20 world cup 2024 માં ટીમ ઈન્ડિયાની સ્ક્વોડ, શેડ્યૂલ, ટાઇમિગ અને વેન્યૂ, એક ક્લિકમાં જાણો દરેક માહિતી

નવી દિલ્હીઃ ટી20 વિશ્વકપના ઈતિહાસમાં 2024ની એડિશન અત્યાર સુધીની સૌથી મોટી ઈવેન્ટ હશે. પ્રથમ વખત આ ટૂર્નામેન્ટમાં 20 ટીમો ભાગ લઈ રહી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડની કમાન જોસ બટલર સંભાળશે, જ્યારે 20 ઓવરના વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની કમાન મિચેલ માર્શના હાથમાં છે. દક્ષિણ એશિયાની બે તાકાતવર ટીમ ભારત અને પાકિસ્તાને પોતાના અનુભવી કેપ્ટન રોહિત શર્મા અને બાબર આઝમને યથાવત રાખ્યા છે. આ વખતે ટી20 વિશ્વકપના પ્રથમ રાઉન્ડ માટે 20 ટીમોને પાંચ-પાંચના ચાર ગ્રુપમાં વેચવામાં આવી છે. સુપર-8માં ક્વોલીફાઈ કરતા પહેલા દરેક ટીમ ચાર-ચાર મેચ રમશે. દરેક ગ્રુપની બે ટીમો સુપર 8માં આગળ વધશે, જ્યારે નિચલી ત્રણ ટીમો બહાર થઈ જશે. ત્યરબાદ આ આઠ ટીમોને બે ગ્રુપમાં વિભાજીત કરવામાં આવશે. બંને ગ્રુપની ટોપ-2 ટીમ સેમીફાઈનલમાં પહોંચશે. ફાઈનલ મેચ 29 જૂને બારબાડોસમાં રમાશે. 

ટીમ ઈન્ડિયા ન્યૂયોર્કમાં પ્રેક્ટિસ કરી રહી છે
ભારતીય ક્રિકેટ ટીમે પોતાની દરેક ગ્રુપ સ્ટેજની શરૂઆત સ્થાનીક સમય સવારે 10.30 કલાકને ધ્યાનમાં રાખતા તૈયારીઓ શરૂ કરી દીધી છે. આઈપીએલ દરમિયાન ભારે ગરમી દરમિયાન અને પોતાની 90 ટકા મેચ ફ્લડ લાઇટમાં રમ્યા બાદ ખેલાડીઓએ હવે સવારે અમેરિકામાં ચાલતા પવનની સાથે તાલમેલ બેઠાડવાની જરૂર છે, જ્યાં ખૂબ જ ઓછી ભેજ સાથે તાપમાન 25 થી 27 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. સહેજ પવનની સ્થિતિમાં સફેદ કૂકાબુરા બોલ એક પડકાર ઉભો કરી શકે છે અને ગંભીર રીતે જેટ-લેગ્ડ ખેલાડીઓએ તેની તૈયારી માટે સવારના વાતાવરણને અનુરૂપ બનવાની જરૂર છે.

ભારતના ગ્રુપમાં કઈ-કઈ ટીમ?
ભારત, પાકિસ્તાન, યજમાન અમેરિકા, આયર્લેન્ડ અને કેનેડા 2 જૂનથી શરૂ થનાર ટી20 વિશ્વકપના ગ્રુપ એમાં સામેલ છે. એક ટીમ અન્ય ટીમ સામે એક-એક મેચ રમશે. ગ્રુપ એની દરેક મેચ વિશેષ રૂપથી સંયુક્ત રાજ્ય અમેરિકામાં આયોજીત કરવામાં આવશે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝ આ આયોજનનું સહ-યજમાન છે. ટૂર્નામેન્ટના શરૂઆતી મુકાબલા 2 જૂને ડલાસ, ટેક્સાસના ગ્રાન્ડ પ્રેયરી સ્ટેડિયમમાં કેનેડા વિરુદ્ધ સંયુક્ત રાજ્ય અમેરિકાનો મુકાબલો હશે. 

ભારતનો ગ્રુપ સ્ટેજનો કાર્યક્રમ
5 જૂનઃ ભારત vs આયર્લેન્ડ, ન્યૂયોર્ક - 08:00 PM IST (09:30 AM સ્થાનીક)
- જૂનઃ ભારત vs પાકિસ્તાન, ન્યૂયોર્ક  - 08:00 PM IST (09:30 AM સ્થાનીક)
12 જૂનઃ  USA vs ભારત, ન્યૂયોર્ક, - 08:00 PM IST (09:30 AM સ્થાનીક)
15 જૂનઃ ભારત vs CAN, ફ્લોરિડા,  - 08:00 PM IST (10:30 AM સ્થાનીક)

ભારત માટે સંભવિત સુપર 8ના સમીકરણ
20 જૂનઃ ન્યૂઝીલેન્ડ vs ભારત, બારબાડોસ, - 08:00 PM IST(સ્થાનીક સમય 10:30 AM)
22 જૂનઃ ભારત વિરુદ્ધ શ્રીલંકા, એન્ટીગુઆ- - 08:00 PM IST (સ્થાનીક સમય 10:30 AM)
24 જૂનઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારત, સેન્ટ લૂસિયા - 08:00 PM IST (સ્થાનીક 10:30 AM)

T20 વિશ્વકપ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકમાર યાદવ, ઋષભ પંત, સંજુ સેમસન, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

રિઝર્વઃ શુભમન ગિલ, રિંકૂ સિંહ, ખલીલ અહમદ, આવેશ ખાન.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news