નવી દિલ્હીઃ ટી20 વિશ્વકપ માટે આઈપીએલ દરમિયાન જ 15 સભ્યોની ભારતીય ટીમની પસંદગી થશે. તે માટે બીસીસીઆઈ તરફથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બીસીસીઆઈના સૂત્ર પ્રમાણે પસંદગીકારો આઈપીએલ દરમિયાન ખેલાડીઓના પ્રદર્શન પર નજર રાખી રહ્યાં છે. ચારેય રાષ્ટ્રીય પસંદગીકારો આઈપીએલ મેચ જોઈ રહ્યાં છે. વિશ્વકપમાં રમનારા દરેક દેશોએ 1 મે સુધી પોતાની ટીમોની જાણકારી આઈસીસીને આપવાની છે. તેને જોતા એપ્રિલના અંત સુધી ભારતીય ટીમની જાહેરાત થવાની સંભાવના છે. પરંતુ 25 મે સુધી દરેક દેશ પોતાની શરૂઆતી ટીમમાં ફેરફાર કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એપ્રિલના અંત સુધી પસંદગી
ભારતીય ટીમની પસંદગી એપ્રિલના અંતિમ સપ્તાહમાં ગમે ત્યારે થઈ શકે છે. નામ ન છાપવાની શરત પર આ વાતની જાણકારી એક વરિષ્ઠ બીસીસીઆઈ સૂત્રએ પીટીઆઈને આપી છે. તે પ્રમાણે આઈપીએલના લીગ સ્ટેજના મુકાબલા 19 મેએ ખતમ થઈ રહ્યાં છે. ભારતીય ખેલાડીઓનો પ્રથમ જથ્થો ત્યારબાદ ન્યૂયોર્ક માટે રવાના થઈ જશે. સૂત્ર પ્રમાણે જે ખેલાડીઓની ટીમો અંતિમ ચારમાં જગ્યા નહીં બનાવે તે પહેલા જશે. 


સ્ટેન્ડ બાયની પણ સંભાવના
ટી20 વિશ્વકપનું આયોજન યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝમાં થવાનું છે. તેવામાં તે વાતની પણ સંભાવના છે કે ટીમોની સાથે કેટલાક ખેલાડી સ્ટેન્ડ બાય તરીકે પણ ટ્રાવેલ કરશે. જેથી અંતિમ સમયે કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય તો મુશ્કેલી પડે નહીં. તેવી જાણકારી સામે આવી છે કે કોઈ ખેલાડી માટે વર્કલોડ મેનેજમેન્ટની કોઈ સૂચના આપવામાં આવી નથી. તેનું કારણ છે કે આ બધા ખેલાડી હાલમાં પોતાની ફ્રેન્ચાઇઝીના નિયંત્રણમાં છે. 


સેન્ટ્રલી કોન્ટ્રાક્ટેડ ખેલાડીઓ માટે અલગ નિયમ
પરંતુ જો કોઈ સેન્ટ્રલી કોન્ટ્રાક્ટેડ ખેલાડી કે ટાર્ગેટેડ ખેલાડી (ઈન્ડિયા એ, ઇમર્જિંગ ઈન્ડિયા) ઈજાગ્રસ્ત થાય છે તો તેની દેખરેખ એનસીએને સોંપી દેવામાં આવશે. આ ખેલાડીઓના કોચ અને ફિઝિયોએ પણ એનસીએને લૂપમાં રાખવા પડશે. પરંતુ જ્યાં સુધી કોન્ટ્રાક્ટેડ ખેલાડી પોતાની ફ્રેન્ચાઇઝીની સાથે છે, બીસીસીઆઈ તેને તે નિર્દેશ ન આપી શકે કે તે કેટલી મેચમાં ભાગ લઈ શકે છે. સૂત્ર પ્રમાણે જ્યાં સુધી બોલરોની વાત છે તેણે માત્ર ચાર ઓવર ફેંકવાની હોય છે.