નવી દિલ્હીઃ મનિકા બત્રા બુધવારે ઇંચિયોનમાં આયોજીત પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ મહાસંઘના સ્ટાર પુરસ્કારોમાં 'બેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' હાસિલ કરનારી પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. મનિકાએ સમારોહમાં કહ્યું, હું આ પુરસ્કાર હાસિલ કરીને ખરેખર સન્માનિત અનુભવી રહી છું અને હું ખુશ છું. મને લાગે છે કે 2018 અત્યાર સુધી મારા કરિયરમાં સર્વશ્રેષ્ઠ રહ્યું છે અને મેં જે મેળવ્યું છે તેનાથી ખુશ છું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેણે કહ્યું, હું સરકારને, ભારતીય ટેબલ ટેનિસ મહાસંઘ અને સૌથી મહત્વના મારા પરિવારનો આભાર વ્યક્ત કરૂ છું. વિશેષ કરીને મારા પરિવારનો જે હંમેશા મારી સાથે છે અને મને પ્રેરિણા આપે છે. 



ટીટીઆઈના મહાસચિવ એમપી સિંહે ભારતીય સ્ટારને શુભેચ્છા આપી હતી. તેમણે કહ્યું, આ વર્ષ ભારતીય ટેબલ ટેનિસ માટે શાનદાર રહ્યું, અને મનિકાનો આ પુરસ્કાર રમત માટે શાનદાર રહ્યો. અમને મનિકા અને અન્ય પર ગર્વ છે. 


મનિકાએ 2018મા પોતાના કરિયરની સર્વશ્રેષ્ઠ રેકિંગ હાસિલ કરી અને તે આમ કરનારી ભારતની પ્રથમ ઉંચી રેન્કિંગની મહિલા ખેલાડી બની હતી.