નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ 26 ડિસેમ્બરથી સાઉથ આફ્રિકા વિરુદ્ધ 2 મેચની ટેસ્ટ સિરીઝનો પ્રથમ મુકાબલો રમશે. બંને ટીમ વચ્ચે આ ટેસ્ટ મેચ સેન્ચુરિયનના સુપર સ્પોર્ટ્સ પાર્કમાં રમાશે. ટેસ્ટ સિરીઝ શરૂ થતાં પહેલા પોતાની તૈયાપી મજબૂત કરવા માટે ભારતીય ટીમે ઈન્ટ્રા સ્ક્વોડ મેચ રમી હતી. ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમ રોહિત સર્માની આગેવાનીમાં મેદાનમાં ઉતરશે, જ્યારે જસપ્રીત બુમરાહ પણ લાંબા સમય બાદ ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોક્સિંગ-ડે ટેસ્ટમાં ભારતનો કેવો છે રેકોર્ડ
ક્રિસમસના આગામી દિવસે શરૂ થનાર ભારત અને સાઉથ આફ્રિકા ટેસ્ટ મેચને બોક્સિંગ ડે નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે પ્રથમવાર વર્ષ 1950માં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ હતી અને વર્ષ 1980થી ક્રિકેટ જગતમાં બોક્સિંગ ડેના દિવસે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાએ ટેસ્ટ મેચ રમવાનું યથાવત રાખ્યું છે. ભારતે આ દરમિયાન બંને દેશો સામે બોક્સિંગ ડે ટેસ્ચ મેચ રમી છે, જેમાં તેનો ખાસ રેકોર્ડ જોવા મળ્યો નથી. ભારતે અત્યાર સુધી કુલ 16 બોક્સિંગ ડે ટેસ્ટ રમી છે, તેમાં તેણે પ્રથમ મેચ 1985માં રમી હતી. ભારતીય ટીમે 4 વખત બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં જીત હાસિલ કરી જ્યારે 10 વખત હારનો સામનો કરવો પડ્યો છે. તો બે મેચ ડ્રો પર ખતમ થઈ હતી. 


આ પણ વાંચોઃ IPL 2024માં MI નો કેપ્ટન હશે રોહિત શર્મા, હાર્દિક પંડ્યા માટે આવ્યા નવા સમાચાર


અહીં જુઓ ભારતે અત્યાર સુધી રમેલી બોક્સિંગ ડે ટેસ્ટ મેચ અને તેનું પરિણામ

ઓસ્ટ્રેલિયા વિ ભારત - વર્ષ 1985, મેચ ડ્રો


ઓસ્ટ્રેલિયા vs ભારત - વર્ષ 1991, ઓસ્ટ્રેલિયા 8 વિકેટે જીત્યું


દક્ષિણ આફ્રિકા vs ભારત - વર્ષ 1992, દક્ષિણ આફ્રિકા 9 વિકેટે જીત્યું


દક્ષિણ આફ્રિકા vs ભારત - વર્ષ 1996, દક્ષિણ આફ્રિકા 328 રનથી જીત્યું


ન્યુઝીલેન્ડ vs ભારત - વર્ષ 1998, ન્યુઝીલેન્ડ 4 વિકેટે જીત્યું


ઓસ્ટ્રેલિયા vs ભારત - વર્ષ 1999, ઓસ્ટ્રેલિયા 180 રનથી જીત્યું


ઓસ્ટ્રેલિયા vs ભારત - વર્ષ 2003, ઓસ્ટ્રેલિયા 9 વિકેટે જીત્યું


દક્ષિણ આફ્રિકા vs ભારત - વર્ષ 2006, દક્ષિણ આફ્રિકા 174 રનથી જીત્યું


ઓસ્ટ્રેલિયા vs ભારત - વર્ષ 2007, ઓસ્ટ્રેલિયા 337 રનથી જીત્યું


દક્ષિણ આફ્રિકા vs ભારત - વર્ષ 2010, ભારત 87 રનથી જીત્યું


ઓસ્ટ્રેલિયા vs ભારત - વર્ષ 2011, ઓસ્ટ્રેલિયા 122 રને જીત્યું


દક્ષિણ આફ્રિકા vs ભારત - વર્ષ 2013, દક્ષિણ આફ્રિકા 10 વિકેટે જીત્યું


ઓસ્ટ્રેલિયા વિ ભારત - વર્ષ 2014, મેચ ડ્રો


ઓસ્ટ્રેલિયા vs ભારત - વર્ષ 2018, ભારત 137 રનથી જીત્યું


ઓસ્ટ્રેલિયા vs ભારત - વર્ષ 2020, ભારત 8 વિકેટે જીત્યું


દક્ષિણ આફ્રિકા vs ભારત - વર્ષ 2021, ભારત 113 રનથી જીત્યું


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube