IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હશે રોહિત શર્મા, હાર્દિક પંડ્યા માટે આવ્યા નવા સમાચાર
Mumbai Indians: હાર્દિક પંડ્યાના ફેન્સને ઝટકો લાગે એવા સમાચાર આવ્યા છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024) ની નવી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ નવા કેપ્ટન સાથે રમવા જઈ રહી છે. સમાચાર આવી રહ્યા છે કે હાર્દિક પંડ્યા IPL 2024માંથી બહાર થઈ શકે છે. નિઃશંકપણે મુંબઈ ઈન્ડિયન્સ માટે આ એક મોટો ઝટકો છે.
Trending Photos
IPL Auction 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)ની નવી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ નવા કેપ્ટન સાથે રમવા જઈ રહી છે. IPL 2024માં કેપ્ટનશિપની જવાબદારી હાર્દિક પંડ્યાના હાથમાં રહેશે. મુંબઈ ઈન્ડિયન્સના આ નિર્ણયની ટીકા થઈ રહી છે અને ઘણી જગ્યાએ પ્રશંસા પણ થઈ છે. હવે સમાચાર આવી રહ્યા છે કે હાર્દિક પંડ્યા IPL 2024 માંથી બહાર થઈ શકે છે. રોહિત શર્માને સાઈડલાઈન કરવાના નિર્ણય બાદ મુંબઈ ઈન્ડિયન્સ માટે આ એક મોટો ફટકો છે.
મીન રાશિમાં રહેશે રાહુ, 2024 માં આ રાશિના લોકોને બનાવશે કરોડપતિ, પ્રમોશન તો પાક્કું
Weekly Horoscope: 2023 ના છેલ્લા અઠવાડિયામાં ચમકી જશે કિસ્મત, આ લોકો રોજ કરશે તાગડ ધિન્ના
બીસીસીઆઈના એક સૂત્રએ પીટીઆઈને કહ્યું, “હાર્દિકની ક્રિકેટમાં વાપસી અંગે કોઈ અપડેટ નથી. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ તેની ઉપલબ્ધતા પર મોટો પ્રશ્નાર્થ ચિન્હ છે.” મુંબઈ ઈન્ડિયન્સે તાજેતરમાં IPL 2024 સીઝન માટે હાર્દિક પંડ્યાને તેમના કેપ્ટન તરીકે જાહેર કર્યા છે. આ રીતે રોહિત શર્માના 10 વર્ષ લાંબા કાર્યકાળનો પણ અંત આવ્યો. જેમણે પોતાની કેપ્ટનશિપમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે 5 ટાઈટલ જીત્યા છે.
New Rules 2024: પાર્ટીની તૈયારીઓ પડતી મુકી પહેલાં પતાવી દેજો આ કામ, નહીંતર પસ્તાશો
1 રૂપિયાના ફુગ્ગાએ બાળકનો લીધો જીવ, સાચવજો રમત-રમતમાં રમાઇ શકે છે 'રામ'
હાર્દિકે ગુજરાતને ટાઈટલ જીતાડ્યું હતું
હાર્દિક પંડ્યાએ ગયા વર્ષે 2022 માં તેની ડેબ્યૂ સિઝનમાં ગુજરાત ટાઇટન્સ માટે ટાઇટલ જીત્યું હતું. એટલું જ નહીં, હાર્દિકની કપ્તાનીમાં વર્ષ 2023માં ગુજરાતની ટીમ ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી. પરંતુ ત્યાં તેને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હાર્દિકે માત્ર 2 સીઝનમાં જ બતાવી દીધું હતું કે તે ભવિષ્યમાં IPLમાં સફળ થવા માટે કેમ લાયક છે.
કેવી રીતે પેદા થયા કૌરવો? મહાભારતના 100 કૌરવોના પેદા થવાની કહાની
હવે એક જ ઇયરબડ્સ પર સાંભળો બે-બે ગીત, આ સરળ ટ્રિક લાગશે કામ
IPL 2024 માટે MIની સંપૂર્ણ ટીમ...
આકાશ મધવાલ, અર્જુન તેંડુલકર, કેમેરોન ગ્રીન, ડેવાલ્ડ બ્રેવિસ, ઈશાન કિશન, જેસન બેહરેનડોર્ફ, જસપ્રિત બુમરાહ, કુમાર કાર્તિકેય સિંહ, તિલક વર્મા, નેહલ વઢેરા, પીયૂષ ચાવલા, રોહિત શર્મા, રોમારીયો શેફર્ડ , શમ્સ મુલાની, સૂર્ય કુમાર, ટિમ ડેવિડ, વિષ્ણુ વિનોદ, હાર્દિક પંડ્યા, ગેરાલ્ડ કોએત્ઝી, દિલશાન મદુશંકા, શ્રેયસ ગોપાલ, નમન ધીર, અંશુલ કંબોજ, નુવાન તુષારા, મોહમ્મદ નબી, શિવાલિક શર્મા.
નાસ્તાના મેન્યૂમાં કરો ફેરફાર, આ વસ્તુ સામેલ કરશો તો ઝડપથી ઘટશે વજન
શિયાળામાં ગરમી અહેસાસ અપાવે છે આ 5 સૂપ, શરદી-ખાંસીથી મળશે રાહત
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે